Maharashtra News: સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહના નિવેદન પર હોબાળો મચ્યો છે. ડૉ. ભીમરાવ આંબેડકરના તેમના નિવેદન પર હવે શિવસેના-યુબીટીના ચીફ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ''જે રીતે કાલે અમિત શાહે ગૃહમાં આંબેડકર, આંબેડકર, આંબેડકર કહ્યું, તમે કોણ છો આવું કહેનારા. બાબા સાહેબ જેમને બંધારણ આપ્યુ તેમનું અપમાન અમને તો મંજૂર નથી, શું બીજેપી કે રાષ્ટ્રીય સ્વયં સેવક અમિત શાહ પર કોઇ કાર્યવાહી કરવાની છે.''


ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "હું કહું છું કે જેણે ભાજપને ટેકો આપ્યો છે, શું તેને આ સ્વીકાર્ય છે? તેણે ગમે તેટલું ઉદ્ધત વર્તન કર્યું હોય, મને નથી લાગતું કે તેને ઉપરથી કહેવામાં આવ્યું હશે. વડાપ્રધાન પાસે કોઈ માંગણી કરનારો હું કોણ છું? શું થયું, શું તેઓ તેમની સામે પગલાં લેવા જઈ રહ્યાં છે કે ખુદ વડાપ્રધાને અમિત શાહને આવું કરવાનું કહ્યું હતું, તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ.


બીજેપીનું મોંમા રામ બગલમાં છરો - ઉદ્વવ 
પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ''શું અમિત શાહનો આ મત છે કે આખા પરિવારનો મત છે, મોંમા રામ બગલમાં છરો આ જ બીજેપીનું હિન્દુત્વ છે. હું તો કહું છે કે, મહારાષ્ટ્રમાં અમને લાગે છે કે કોઇ રહ્યું નથી, કંઇપણ તોડો ફોડો, ગુજરાત લઇને જાઓ, વન નેશન વન ઇલેક્શન છોડો પહેલા બાબા સાહેબજીના આંબેડકરજીના અપમાન પર વાત કરો''






અમિત શાહે આપ્યુ હતુ આ નિવેદન 
પોતાના વિરોધીઓ પર પ્રહાર કરતા અમિત શાહે મંગળવારે (17 ડિસેમ્બર) રાજ્યસભામાં કહ્યું હતું કે, "આજકાલ આંબેડકર આંબેડકર આંબેડકર કહેવાની ફેશન બની ગઈ છે." જો તમે ભગવાનનું આટલું નામ લીધું હોત તો તમે સાત જન્મો સુધી સ્વર્ગ મળતું." આ નિવેદન માટે વિપક્ષી પાર્ટીઓ અમિત શાહ પર પ્રહારો કરી રહ્યા છે.


જોકે, અમિત શાહે આ પછી આગળ કહ્યું હતું કે, "અમને ખુશી છે કે લોકો આંબેડકરનું નામ લે છે. તેને 100 વાર વધુ લો, પરંતુ હું તમને કહીશ કે આંબેડકરજી પ્રત્યે તમારી લાગણી શું છે." આંબેડકરજીએ દેશની પ્રથમ કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું. તેમણે કહ્યું હતું કે હું અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથેના ભેદભાવ સાથે અસંમત છું. હું વિદેશ નીતિ સાથે અસંમત છું. હું કલમ 370 સાથે અસંમત છું. એટલા માટે તેઓ કેબિનેટ છોડવા માંગતા હતા. આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ પાળ્યું ન હતું તેથી તેમણે રાજીનામું આપ્યું હતું.


આ પણ વાંચો


ગડકરી અને સિંધિયા જેવા નેતાઓને નૉટિસ આપવાની તૈયારી, ONOE બિલ રજૂ થવાના સમયે હતા ગેરહાજર