Parvesh Verma: નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના સૌથી મોટા નેતા અરવિંદ કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માને દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી તરત જ તેમણે મંત્રી તરીકે શપથ લીધા હતા.






પરવેશ વર્મા જાટ સમુદાયના છે. તેઓ દિલ્હી ભાજપનો એક મોટો ચહેરો છે. તેમના પિતા ડૉ. સાહિબ સિંહ વર્મા દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દિલ્હી ચૂંટણી 2025માં નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલને 4089 મતોથી હરાવ્યા હતા. આ પહેલા તેઓ 2013-2014માં મહરૌલી વિધાનસભાના ધારાસભ્ય હતા. તેમણે ભાજપ માટે 2014ની લોકસભા ચૂંટણી લડી અને જીતી પણ ગયા હતા. તેઓ 2019માં સાંસદ પણ ચૂંટાયા હતા. આ વખતે તેમને લોકસભાની ટિકિટ મળી ન હતી.