UP News: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હીથી આવેલી એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવી હતી. આ વ્યક્તિની ઓળખ આસિફ ઉલ્હા અંસારી તરીકે કરવામાં આવી છે, મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2845માં એક મુસાફર મૃત હાલતમાં મળી આવ્યો હતો. ફ્લાઇટ સવારે 8.10 વાગ્યે દિલ્હીથી લખનૌ પહોંચી હતી.


જ્યારે ક્રૂ મેમ્બરે પેસેન્જરનો સંપર્ક કર્યો તો ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહીં. ફ્લાઇટમાં હાજર તબીબોએ તપાસ કરી પેસેન્જરને મૃત જાહેર કર્યો હતો. પેસેન્જરે તેનો સીટ બેલ્ટ ખોલ્યો ન હતો. મળતી માહિતી મુજબ, પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.


અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ પ્રવાસીએ પ્રવાસ દરમિયાન મળેલું ભોજન પણ ખોલ્યું ન હતું. અખબારના અહેવાલ મુજબ, એક મુસાફરે કહ્યું, 'ફ્લાઇટ દરમિયાન બધુ સામાન્ય હતું, પરંતુ જ્યારે ક્રૂ મેમ્બર્સ તેની પાસે પહોંચ્યા તો તે જવાબ આપી રહ્યો ન હતો.'