Patanjali Latest News: મહારાષ્ટ્રના નાગપુરના મિહાન (નાગપુરમાં મલ્ટી-મોડલ ઇન્ટરનેશનલ કાર્ગો હબ અને એરપોર્ટ) ક્ષેત્રમાં 'પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક' શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્લાન્ટ 9 માર્ચ, 2025 થી કાર્યરત થશે. મિહાન ખાતે ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટેનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2016માં કરવામાં આવ્યું હતું.


રોજગાર સર્જનમાં પતંજલિ નાગપુર પ્લાન્ટના માધ્યમથી પતંજલિ હાલમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 500 લોકોને રોજગારી પૂરી પાડી રહી છે. જેમ જેમ કાર્ય વિસ્તરશે તેમ તેમ આ સંખ્યા ઝડપથી વધશે. ટૂંક સમયમાં આ પ્લાન્ટમાંથી 10 હજારથી વધુ યુવાનોને રોજગાર મળશે.


પતંજલિએ નાગપુરમાં જ કેમ સ્થાપિત કર્યો આ પ્લાન્ટ ?


નાગપુરમાં સ્થાપિત થનારો પતંજલિનો આ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ પ્રોસેસિંગ પ્લાન્ટ છે જેમાં સાઇટ્રસ અને ટ્રોપિકલ ફળ-શાકભાજીને પ્રોસેસ કરીને જ્યૂસ, જ્યૂસ કન્સન્ટ્રેટ, પલ્પ, પેસ્ટ અને પ્યૂરીનું ઉત્પાદન કરી શકે છે. નાગપુર આખા વિશ્વમાં ઓરેન્જ સિટીના નામથી પ્રખ્યાત છે. અહીં ખાટા ફળો જેમ કે  નારંગી, કિનુ, મોસંબી, લીંબુ વગેરે પુષ્કળ પ્રમાણમાં મળે છે.




આને ધ્યાનમાં રાખીને પતંજલિએ સાઇટ્રસ પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કરી છે. આ સાઇટ્રસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં દરરોજ 800 ટન ફળોને પ્રોસેસ કરીને ફ્રોઝન જ્યુસ કોન્સન્ટ્રેટનું ઉત્પાદન કરી શકાય છે. આ જ્યૂસ 100 ટકા કુદરતી છે અને તેમાં કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ કે સુગરનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ સાથે ટ્રોપિકલ ફ્રૂટ્સની પણ પ્રક્રિયા કરવામાં આવે છે.


તેમાં દરરોજ 600 ટન આમળા, 400 ટન કેરી, 200 ટન જામફળ, 200 ટન પપૈયા, 200 ટન સફરજન, 200 ટન દાડમ, 200 ટન સ્ટ્રોબેરી, 200 ટન પ્લમ, 200 ટન નાસપતી, 400 ટન ટામેટા, 400 ટન દૂધી, 400 ટન કારેલા, 160 ટન ગાજર અને 100 ટન એલોવેરાને પ્રોસેસ કરીને વૈશ્વિક વિશિષ્ટતાઓ મુજબ જ્યૂસ, જ્યૂસ કન્સન્ટ્રેટ, પલ્પ, પેસ્ટ અને પ્યૂરીનું ઉત્પાદન કરી શકે છે. આ પ્રક્રિયાને પ્રાઇમરી પ્રોસેસિંગ કહેવામાં આવે છે.


ટેટ્રા પેક યુનિટ પણ સ્થાપિત કરવામાં આવશે


આ સાથે રિટેલ પેકિંગની પ્રક્રિયાને સેકન્ડરી પ્રોસેસિંગ કહેવામાં આવે છે. આ માટે નાગપુર ફેક્ટરીમાં ટેટ્રા પેક યુનિટ પણ સ્થાપવામાં આવશે. પતંજલિ લોકોને આરોગ્ય પ્રદાન કરે છે. ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા ટેટ્રા પેક એસેપ્ટિક પેકેજિંગમાં કોઇ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ અથવા સુગરનો ઉપયોગ કર્યા વિના પ્રીમિયમ સેગમેન્ટમાં ઉત્પાદનો ઉપલબ્ધ કરવામાં આવે છે.


સંતરામાંથી રસ કાઢ્યા પછી તેની છાલનો પણ ઉપયોગ થાય છે


પતંજલિના આ પ્લાન્ટની વધુ એક યુએસપી એ છે કે તેમાં બાય પ્રોડક્ટને વેસ્ટ કરવામાં આવતું નથી. જેમ કે સંતરામાંથી રસ કાઢ્યા પછી તેની છાલનો પુરો ઉપયોગ કરવામાં આવે છે. તેની છાલમાં કોલ્ડ પ્રેસ તેલ(CPO) હોય છે જેની બજારમાં ખૂબ માંગ છે. આ ઉપરાંત નાગપુર ઓરેન્જ બર્ફીમાં રૉ-મટિરીયલ્સના રૂપમાં પ્રયોગ થનારા પ્રીમિયમ પલ્પ પણ સંતરામાંથી કાઢવામાં આવી રહ્યા છે.


આ સાથે તેલ આધારિત અરોમા અને વોટર બેઝ્ડ અરોમા એસેન્સને પણ બહાર કાઢવામાં આવે છે. કોસ્મેટિક અને અન્ય વેલ્યૂ પ્રોડક્ટ્સ  બનાવવા માટે સંતરાના છાલના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે સંતરાના છાલને સૂકવીને પાવડર પણ બનાવવામાં આવી રહ્યો છે. એવી કોઇ બાય પ્રોડક્ટ નથી જેને રિકવર કરવામાં આવી રહી ના હોય