આંધ્રપ્રદેશ: તેલુગુ ફિલ્મ અભિનેતામાંથી નેતા બનેલા પવન કલ્યાણની પાર્ટી જન સેનાએ ભાજપ સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. પવન કલ્યાણે પાર્ટી સાથે બેઠક બાદ ગુરુવારે આ જાહેરાત કરી હતી. આંધ્ર પ્રદેશ ભાજપના સહ પ્રભારી એસ દેવધરે કહ્યું કે,જન સેના વગર શરતે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.

સીટોની વહેંચણી પર તેમણે કહ્યું કે ભાજપ આ અંગે સંસદીય બોર્ડના નિર્ણયથી કરશે અને તેમની કોઈ માંગ નથી. દેવધર આંધ્રપ્રદેશની ત્રણ રાજધાનીઓના નિર્ણય વિરુદ્ધ ભાજપ અને જન સેના પાર્ટી સાથે વિરોધ પ્રદર્શન કરશે.


આ પહેલા જન સેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણ 13 જાન્યુઆરીએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તે સમયથી જ અટકળો ચાલી રહી હતી કે બન્ને પાર્ટીઓ આંધ્રપ્રદેશમાં ગઠબંધન કરી શકે છે.