નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવખત જાસૂસીનુ ભૂત ધૂણવા લાગ્યુ છે, દાવા પ્રમાણે દેશમાં 40થી વધુ પત્રકારો, ત્રણ મુખ્ય વિપક્ષી નેતાઓ, એક બંધારણીય પ્રાધિકારી, નરેન્દ્ર મોદી સરકારમાં બે પદાસીન મંત્રી, સુરક્ષા સંગઠનોના વર્તમાન અને પૂર્વ પ્રમુખ તથા અધિકારી અને મોટી સંખ્યામાં વેપારીઓની જાસૂસી કરવામાં આવી છે. 


ધ ગાર્જિયન અને વૉશિંગટન પૉસ્ટે એક રિપોર્ટ દ્વારા આરોપ લગાવ્યો છે કે દુનિયાભરની કેટલીય સરકારો એક ખાસ પેગાસસ નામના સૉફ્ટવેર દ્વારા માનવાધિકાર કાર્યકર્તાઓ, પત્રકારો, મોટા વકીલો સહિત કેટલીય મોટી હસ્તીઓની જાસૂસી કરાવી રહી છે, જેમાં ભારત પણ સામેલ છે. ભારત સરકારે આ આરોપોને ફગાવી દીધા છે. 


રિપોર્ટમાં કયા-કયા પત્રકારોના નામ આવ્યા સામે, અહીં જુઓ લિસ્ટ...... 
રોહિણી સિંહ- પત્રકાર, ધ વાયર
સ્વતંત્ર પત્રકાર- સ્વાતિ ચતુર્વેદી
સુશાંત સિંહ- ઇન્ડિયન એક્સપ્રેસમાં ડેપ્યૂટી એડિટર
એસએનએમ અબ્દી, આઉટલૂકના પૂર્વ પત્રકાર
પરંજૉય ગુહા ઠાકુરતા- ઇપીડબલ્યૂના પૂર્વ સંપાદક
એમકે વેણુ- ધ વાયરના સંસ્થાપક
સિદ્વાર્થ વરદરાજન- ધ વાયરના સંસ્થાપક
એક ભારતીય અખબારના વરિષ્ઠ સંપાદક
ઝારખંડના રામગઢના સ્વતંત્ર પત્રકાર- રૂપેશ કુમાર સિંહ
સિદ્ધાંત સિબ્બલ- વિયૉનના વિદેશ મંત્રાલયના પત્રકાર
સંતોષ ભારતીય- વરિષ્ઠ પત્રકાર, પૂર્વ સાંસદ
ઇફ્તિખાર ગિલાની- પૂર્વ ડીએનએ રિપોર્ટર
મનોરંજના ગુપ્તા- ફ્રન્ટિયર ટીવીની મુખ્ય સંપાદક
સંજય શ્યામ- બિહારના પત્રકાર
જસપાલ સિંહ હેરન- દૈનિક રોજાના પહરેદારના મુખ્ય એડિટર
સૈયદ અબ્દુલ રહમાન ગિલાની- દિલ્હી વિશ્વ વિદ્યાલયના પૂર્વ પ્રૉફસર
સંદીપ ઉન્નીથન- ઇન્ડિયા ટુડે
વિજેતા સિંહ- ધ હિન્દુના ગૃહ મંત્રાલય સાથે જોડાયેલી પત્રકાર
મનોજ ગુપ્તા- ટીવી 18ના ઇન્વેસ્ટિગેટિવ એડિટર
હિન્દુસ્તાન ટાઇમ્સ ગૃપના ચાર વર્તમાન અને એક પૂર્વ કર્મચારી (કાર્યકારી એડિટર શિશિર ગુપ્તા, એડિટર પેજના એડિટર અને પૂર્વ બ્યૂરો ચીફ પ્રશાંત ઝા, રક્ષા સંવાદદાતા રાહુલ સિંહ, કોંગ્રેસ કવર કરનારા પૂર્વ રાજકીય સંવાદદાતા ઓરંગઝેબ નક્શબંદી)
હિન્દુસ્તાન ટાઇમ્સ ગૃપના અખબાર મિન્ટના એક રિપોર્ટર
સુરક્ષા મામલો પર લખનારા વરિષ્ઠ પત્રકાર પ્રેમશંકર ઝા
પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા રિપોર્ટર સૈકત દત્તા
સ્મિતા શર્મા, ટીવી 18ની પૂર્વ એન્કર અને ધ ટ્રિબ્યૂનની ડિપ્લૉમેટિક રિપોર્ટર ઉપરાંત રિપોર્ટમાં અન્ય નામોનો કોઇને કોઇ કારણોસર ખુલાસો નથી કરવામાં આવ્યો. પરંતુ કહેવામાં આવ્યુ છે કે આવનારા સમયમાં વધુ નામોના ખુલાસા થશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાય પત્રકારોને ફૉરેન્સિક વિશ્લેષણમાં સામેલ થવાની બાબતે વાત કરવામાં આવી, પરંતુ તેમને જુદાજુદા કારણોનો હવાલો આપતા આમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો.


ગાર્જિયને શું આરોપ લગાવ્યો છે?
ગાર્જિયન અખબાર અનુસાર જાસૂસીનુ આ સૉફ્ટવેર ઇઝરાયેલની સર્વિલન્સ કંપની NSOએ દેશોની સરકારોને વેચવામાં આવ્યા છે. ગાર્જિયન અખબારના ખુલાસા અનુસાર આ સૉફ્ટવેર દ્વારા 50 હજારથી વધુ લોકોની જાસૂસી કરવામાં આવી રહી છે. 


લીક થયેલા ડેટાના કન્સોર્ટિયમના વિષ્લેષણને કમ સે કમ 10 સરકારોને એનએસઓ ગ્રાહકો તરીકે માનવામાં આવી રહ્યાં છે. અઝરબૈઝાન, બહેરીન, કઝાકિસ્તાન, મેક્સિકો, મોરક્કો, રવાન્ડા, સાઉદી અરબ, હંગરી, ભારત અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોના ડેટા આમાં સામેલ છે. ગાર્જિયનનો દાવો છે કે 16 મીડિયા સંગઠનોની તપાસ બાદ આ ખુલાસો કર્યો છે.