શોધખોળ કરો

Petrol-Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 3.14 થયું મોંઘુ

Petrol-Diesel Price Hike:દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ પ્રતિ લિટરે ₹3.14 અને ડીઝલ ₹3.11 પ્રતિ લિટર મોંઘુ થયું છે.

Petrol-Diesel Price Hike News: મીડલ ઇસ્ટ તણાવના કારણે અને  વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે   દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. પેટ્રોલ પ્રતિ લિટર ₹3.14 અને ડીઝલ પ્રતિ લિટર ₹3.11 મોંઘુ થયું છે. હવે, રાજધાની દિલ્હીમાં, એક લિટર પેટ્રોલની કિંમત ₹97.91 અને એક લિટર ડીઝલની કિંમત ₹90.78  થઇ છે.

ઈરાન-અમેરિકા યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના પરિણામે ભારતીય સરકારી કંપનીઓને દરરોજ ₹1,000 કરોડ અથવા દર મહિને ₹30,000 કરોડનું નુકસાન થયું છે. ક્રૂડ ઓઇલ, જે થોડા સમય પહેલા પ્રતિ બેરલ $70 હતું, તે હવે પ્રતિ બેરલ $126 પર પહોંચી ગયું છે.

દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે કેટલા છે?

નોંધનીય છે કે, છેલ્લા ચાર વર્ષથી સ્થિર રહેલા ભાવમાં આજે નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. દિલ્હીમાં નિયમિત પેટ્રોલ ₹94.77 પ્રતિ લિટરથી વધીને ₹97.77 થયું છે. ડીઝલના ભાવ ₹87.67 પ્રતિ લિટરથી વધીને ₹90.67 પ્રતિ લિટર થયા છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ઇંધણની અછત સર્જાઈ છે, જેની સીધી અસર કિંમતો પર પડી રહી છે.

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન-અમેરિકા યુદ્ધ છતાં, સરકારે લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કર્યો ન હતો. જોકે, કંપનીઓ દ્વારા થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં રાખીને, સરકારે આખરે ભાવ વધારવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો:મોંઘવારીનો મોટો વિસ્ફોટ,એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 8.30% પર પહોંચ્યો, 42 મહિનાનો રેકોર્ડ તોડ્યો

પીએમ મોદીએ પેટ્રોલ અને ડીઝલ પર બચત કરવાની અપીલ કરી.

અગાઉ, રવિવારે, પીએમ મોદીએ કટોકટીના પગલે વિદેશી હૂંડિયામણ બચાવવા માટે ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ, સોનું ન ખરીદવા અને વિદેશ યાત્રા મુલતવી રાખવા જેવા પગલાં લેવાની વિનંતી કરી હતી. રૂપિયો ઝડપથી ઘટી ગયો છે અને હાલમાં યુએસ ડોલર સામે 95 ની નીચે છે.

ભાવ કેમ વધ્યાં?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાથી સામાન્ય માણસને ભારે ફટકો પડ્યો છે. એ નોંધવું જરૂરી છે કે મધ્ય પૂર્વમાં લાંબા સમયથી યુદ્ધો અને અથડામણો ચાલી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલની અવરજવરમાં નોંધપાત્ર અવરોધ આવ્યો હતો. ત્યારબાદ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દાનો ઉકેલ હજુ પણ અધૂરો છે. પરિણામે, ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ જ કારણ છે કે પેટ્રોલિયમ કંપનીઓએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો  છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સાયોની ઘોષ, યુસુફ પઠાણ... TMC ના બળવાખોર સાંસદોની યાદી આવી સામે; જુઓ લીસ્ટ
સાયોની ઘોષ, યુસુફ પઠાણ... TMC ના બળવાખોર સાંસદોની યાદી આવી સામે; જુઓ લીસ્ટ
Stone Pelting : RSS વડા મોહન ભાગવત જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, મચી હડકંપ
Stone Pelting : RSS વડા મોહન ભાગવત જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, મચી હડકંપ
Dakshin Yatra: આખુ દક્ષિણ ભારત ફરો માત્ર 15 હજારમાં, IRCTC લાવ્યું ખાવા-પીવા-રહેવા સાથે 8 રાતનું ટૂર પેકેજ
Dakshin Yatra: આખુ દક્ષિણ ભારત ફરો માત્ર 15 હજારમાં, IRCTC લાવ્યું ખાવા-પીવા-રહેવા સાથે 8 રાતનું ટૂર પેકેજ
'મમતા બેનર્જી જો અભિષેકની સાથે તો હું...', કલ્યાણ બેનર્જીએ TMC પ્રમુખને આપી દીધું અલ્ટીમેટમ
'મમતા બેનર્જી જો અભિષેકની સાથે તો હું...', કલ્યાણ બેનર્જીએ TMC પ્રમુખને આપી દીધું અલ્ટીમેટમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભુતિયા ડિમોલિશન કોના દબાણથી?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Rajya Sabha Election : રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ
Gujarat Rain Forecast : આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Prediction : ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું મોટું અનુમાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air India AI171 Crash: હવામાં બંધ થયા બંને એન્જિન, મોતનો એ અંતિમ પાયલટ કોલ, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ?
Air India AI171 Crash: હવામાં બંધ થયા બંને એન્જિન, મોતનો એ અંતિમ પાયલટ કોલ, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ?
સાયોની ઘોષ, યુસુફ પઠાણ... TMC ના બળવાખોર સાંસદોની યાદી આવી સામે; જુઓ લીસ્ટ
સાયોની ઘોષ, યુસુફ પઠાણ... TMC ના બળવાખોર સાંસદોની યાદી આવી સામે; જુઓ લીસ્ટ
ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી
ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
દિગ્ગજ ભારતીય કોચ જશપાલ રાણાનું નિધન, રમત જગત શોકમગ્ન મેક્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
દિગ્ગજ ભારતીય કોચ જશપાલ રાણાનું નિધન, રમત જગત શોકમગ્ન, મેક્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Stock Market Today: શેરબજાર ગ્રીન નિશાને ખુલ્યું, સેન્સેક્સમાં 876 પોઈન્ટનો ઉછાળો, નિફટ્નું સ્ટેટસ પણ મજબૂત
Stock Market Today: શેરબજાર ગ્રીન નિશાને ખુલ્યું, સેન્સેક્સમાં 876 પોઈન્ટનો ઉછાળો, નિફટ્નું સ્ટેટસ પણ મજબૂત
Embed widget