સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ડ્રગ રેગ્યુલેટરને ફાઇલ કરેલી અરજીમાં કંપનીએ ભારતમાં અમેરિકાથી રસીની આયાત અને વિતરણ માટે મંજૂરીની વિનંતી કરી છે. આ સિવાય ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ્સ રૂલ્સ, 2019 ની વિશેષ જોગવાઈઓ હેઠળ ભારતમાં લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સની છૂટ આપવાની પણ વિનંતી કરી છે.
ફાઈઝર ઇન્ડિયાએ ભારતમાં તેની કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે 4 ડિસેમ્બરના રોજ DGCIની સમક્ષ અરજી કરી છે. બ્રિટને બુધવારે ફાઇઝરના કોવિડ-19 રસીની ઇમરજન્સી ઉપયોગ માટે ઈમર્જન્સી એપ્રૂવલ હતી. બ્રિટન બાદ બહરીન શુક્રવારે આ રીતે ઈમર્જન્સી એપ્રૂવલ મળતાં દુનિયાનો બીજો દેશ બની ગયો છે જેણે દવા બનાવતી કંપની ફાઇઝર અને તેના જર્મન સહયોગી બાયોએનટેક દ્વારા વિકસિત કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી આપી દીધી છે. ફાઈઝરે અમેરિકામાં પણ આ પ્રકારની મંજૂરી માટે અરજી કરી છે.