PIB Fact Check: સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ખબર અવારનવાર વાયરલ થતી હોય છે, જેમાંથી ઘણી ભ્રામક હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે, જેમાં મન કી બાતના એક એપિસોડ પાછળ રૂપિયા 8.3 કરોડનો ખર્ચ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ મેસેજ મુજબ અત્યાર સુધીમાં 830 કરોડ ખર્ચવામાં આવ્યા છે. જોકે પીઆઈબ ફેક્ટ ચેકે આ દાવો ખોટો હોવાનું જણાવ્યું છે.
શું છે વાયરલ મેસેજ
ગુજરાતમાં આપ નેતા ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને લખ્યું, મન કી બાતનો એક દિવસનો ખર્ચ 8.3 કરોડ છે બોલો! 100 એપિસોડના 830 કરોડ મન કી બાત કરવામાં આપણા ટેક્સના ફૂંકી માર્યા ! હવે તો હદ થાય છે !
ફેક્ટ ચેકે શું કહ્યું
આ મેસેજ વાયરલ થયા બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ દાવો ભ્રામક છે. ₹ 8.3 કરોડ એ મન કી બાત માટે અત્યાર સુધીની જાહેરાતોનો કુલ આંકડો છે, એક એપિસોડ માટે નહીં.
આવા ફેક મેસેજ ફોરવર્ડ ન કરો
પીઆઈબીએ લોકોને ચેતવણી આપી છે કે સત્ય જાણ્યા વિના આવા વાયરલ મેસેજ કોઈને ફોરવર્ડ ન કરો. આ સાથે જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે ફેક્ટ ચેક કરી શકો છો. તમે PIB દ્વારા હકીકતની તપાસ કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ pibfactcheck@gmail.com પર પણ વીડિયો, મેસેજ મોકલી શકો છો.
આ પણ વાંચોઃ
તમે કરોડોની લોટરી જીતી છે! શું તમને પણ આવો ફોન આવ્યો છે, તો વાંચો આ સમાચાર
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી લિંકમાં યુવાઓને મફતમાં લેપટોપ આપવાનો કરાયો દાવો, જાણો શું છે સત્ય?