એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તાજેતરમાં સર્જાયેલા ભારે ટર્બ્યુલન્સ બાદ હવે આ મામલે એક નવો એંગલ સામે આવ્યો છે. DGCA તપાસ કરી રહ્યું છે કે આ ઘટના હવામાનને કારણે બની હતી કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર હતું.

Continues below advertisement

 

Continues below advertisement

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તાજેતરમાં ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. 4 ઓગસ્ટના રોજ ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની A320 ફ્લાઇટ AI2379 ભારે ટર્બ્યુલન્સમાં ફસાઈ હતી. આ દરમિયાન વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગયું હતું, જેના કારણે અનેક મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે કેપ્ટનનો ડ્રગ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.

હવે આ સમગ્ર મામલાની તપાસ DGCA કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટર્બ્યુલન્સ બાદ દિલ્હી પહોંચ્યા પછી પાઇલટ્સનો ડ્રગ/ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કેપ્ટનના ટેસ્ટમાં કથિત રીતે psychoactive substance મળી આવ્યું હોવાની શક્યતા છે. જોકે, એર ઇન્ડિયાએ હજુ સુધી આ રિપોર્ટની પુષ્ટિ કરી નથી. એરલાઇનનું કહેવું છે કે, ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનની રિપોર્ટ હજુ સુધી તેમને મળ્યો નથી.

આ પણ વાંચોWeather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

આથી સ્પષ્ટ થાય છે કે હવે તપાસ માત્ર ટર્બ્યુલન્સ દરમિયાન કોકપિટમાંથી વિમાનને કેવી રીતે સંભાળવામાં આવ્યું તેના સુધી મર્યાદિત નથી. DGCA એ પણ તપાસ કરી રહ્યું છે કે આ ઘટના હવામાનને કારણે બની હતી કે અન્ય કોઈ કારણ હતું. વિમાન પર તેની શું અસર પડી અને આવી સ્થિતિમાં દિલ્હી સુધી ફ્લાઇટ ચાલુ રાખવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં, તેની પણ તપાસ થઈ શકે છે.

ટેસ્ટ રિપોર્ટની રાહ

પાઇલટ માટે ફ્લાઇટ દરમિયાન psychoactive substanceના પ્રભાવ હેઠળ હોવું ગંભીર સુરક્ષા મુદ્દો છે. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન નિયમો પણ આવા પાઇલટને ફ્લાઇટ ઓપરેટ કરવાની મંજૂરી આપતા નથી. જોકે, આ મામલે હવે ટેસ્ટ રિપોર્ટ સત્તાવાર રીતે સામે આવે અને તપાસ પૂર્ણ થાય તેની રાહ જોવાઈ રહી છે.

વિમાન આટલી ઝડપથી નીચે કેમ આવ્યું?

હવે સવાલ એ છે કે આખરે વિમાન આટલી ઝડપથી નીચે કેમ આવ્યું? જેના કારણે મુસાફરો ઈજાગ્રસ્ત થયા. શું પાઇલટના નશામાં હોવાની કોઈ ભૂમિકા હતી? કે પછી ટર્બ્યુલન્સની સ્થિતિને સંભાળવામાં કોઈ ચૂક થઈ હતી? આ તમામ સવાલોના જવાબ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.