Kanpur-Kannauj Raid:કાનપુરના વેપારી પિયૂષ જૈનના ઘરેથી 194.45 કરોડ રૂપિયાની કુલ રોકડ રકમ જપ્ત કરાઇ છે. તે સિવાય 23 કિલો ગોલ્ડ અને છ કરોડ રૂપિયાનું ચંદનનું તેલ પણ જપ્ત કરાયું છે. પિયૂષ જૈનને 14 દિવસ સુધી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. ડીજીજીઆઇએ આ દરોડાની જાણકારી આપી છે. ડીજીજીઆઇએ કહ્યું કે 22 ડિસેમ્બરના રોજ કાનપુપર કન્નૌજમાં શિખર પાન મસાલા બનાવતી ફેક્ટરી પરિસર સહિત અન્ય સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.


 ગણપતિ રોડ કેરિયર્સ તરફથી સંચાલિત ચાર ટ્રકોને ઇન્સરસેપ્ટ કર્યા બાદ જાણકારી મળી કે જીએસટીની ચોરી થઇ છે. બાદમાં કાનપુરમાં 22 ડિસેમ્બરના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં 177 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. આ સીબીઆઇસી અધિકારીઓ દ્ધારા જપ્ત કરાયેલી સૌથી મોટી રકમ છે. તે સિવાય પરિસમાંથી જે દસ્તાવેજો મળ્યા છે તેની પણ તપાસ કરાઇ રહી છે.






કન્નૌજમાં કરાયેલી રેડમાં અત્યાર સુધીમાં 17 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. સાથે 23 કિલો સોનું અને પરફ્યૂમ બનાવવામાં ઉપયોગ લેવામાં આવતો કાચો માલ પણ મળ્યો છે. અંડરગ્રાઉન્ડ સ્ટોરેજમાંથી 600 કિલો ચંદનનું તેલ મળ્યુ છે જેની કિંમત 6 કરોડ રૂપિયા છે.


આ પણ વાંચો........ 


હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે


Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા


SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે


Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ