હરિયાણામાં માતાપિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. અહીં આઠ વર્ષના બાળકનુ અગાશી પર રમતા-રમતા મોત થયું છે. આ ઘટનાએ પરિવાર અને સમગ્ર શહેરને ચોંકાવી દિધુ છે. હરિયાણા  અંબાલામાં આ દર્દનાક ઘટના બની હતી.  8 વર્ષનું બાળક રમત રમતુ હતું આ દરમિયાન બાળકના  ગળામાં રમત રમતી સમયે રબ્બરનું દોરડુ ફસાયું હતું. બાળક પોતાના ઘરની અગાશી પર રમી રહ્યું હતું. જ્યાં સુધી પરિવારના સભ્યો બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં બાળકનું મોત થયું હતું.આ ઘટના અંગે જાણકારી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. 


જાણકારી અનુસાર, આ ઘટના અંબાલા શહેરની છે. ન્યૂ ઈંદ્રપુરી કોલોની નિવાસી 8 વર્ષનું બાળક પોતાના ઘરે અગાશી પર રમી રહ્યું હતું.રમતા સમયે તેના ગળામાં દોરડું ફસાયું હતું. જ્યાંરે  બાળકના પરિવારજનોએ જોયુ તો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.  આ ઘટના અંગે જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે બાળકના મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે સિટી સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો હતો.


શુક્રવાર સાંજે આશરે પોણા 5 વાગ્યે આ ઘટના અંગે બાળકના પિતા દીવાનને ખબર પડી હતી. પરિવારજનોનું કહેવું છે કે બાળક રમવા માટે ઘરની અગાશી પર ગયું હતું, ત્યારે તેના ગળામાં રબ્બરનું દોરડુ ફસાયું હતું. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે બાળકના ગળામાં દોરડુ ફસાઈ જવાથી તેને ગૂંગળામણ થઈ હતી. ત્યારબાદ તેનું મોત થયું હતું. બાળકને જોવા માટે જ્યારે તેની બહેન અગાશી પર પહોંચી તો તેણે ભાઈને જોઈને ચીસ પાડી હતી. ત્યારબાદ પરિવારજનો તેને નાગરિક હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા,  જ્યાં ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.


Crime News: દાદરા નગર હવેલીમાં સાવકા પિતાએ કરી પુત્રીની હત્યા, માતા-પિતા વચ્ચે હતો ઝઘડો


સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ધોળા દિવસે સાવકા પિતાએ પુત્રીની હત્યા કરી હતી.મળતી જાણકારી અનુસાર, અંકિતા સિંહ નામની યુવતી ટ્યૂશનથી ઘરે આવતી હતી. દરમિયાન તેના સાવકા પિતા મિથુન મંડલ તેનો પીછો કરતા કરતા તેના ઘરે પહોંચ્યા હતા. બાદમાં અંકિતાની માતા અને મિથુન વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં અંકિતાએ માતાને રૂમમાં પુરી દીધી હતી. બાદમાં સાવકા પિતા સાથે તેની પણ બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા સાવકા પિતાએ એક બાદ એક છરીના ઘા ઝીંકી પુત્રીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.