વૈશ્વિક આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરવા માટે PM મોદીએ Covid-19 મહામારી વખતના નિયમો અપનાવવાની અપીલ કરી છે. તેમણે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા જવાબદાર નાગરિક તરીકે ફરજો નિભાવવા કહ્યું છે.
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
PM Narendra Modi: હૈદરાબાદમાં પીએમ મોદીનું આહવાન, વિદેશ યાત્રા ટાળો, સોનાની ખરીદીથી દૂર રહો અને ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે.

- મોંઘવારી ઘટાડવા, કોવિડ જેવા નિયમો અપનાવવા PM મોદીની અપીલ.
- દેશભક્તિ એટલે અર્થતંત્ર મજબૂત કરવું, ઘરેથી કામ કરો.
- સોનાની ખરીદી ટાળો, વિદેશ યાત્રાઓ પર પ્રતિબંધ રાખો.
- ઓર્ગેનિક ખેતી, ઈંધણ બચાવવા પર ખેડૂતોને ભાર મૂકવામાં આવ્યો.
PM Modi Hyderabad speech 2026: હૈદરાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક ખૂબ જ મહત્વપૂર્ણ અપીલ કરી છે. દુનિયાભરમાં ચાલી રહેલા આર્થિક સંકટ, સપ્લાય ચેનની સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય યુદ્ધોને કારણે વધી રહેલી મોંઘવારીનો સામનો કરવા માટે પીએમ મોદીએ લોકોને ફરી એકવાર Covid-19 મહામારી વખતના નિયમો અને આદતો અપનાવવા વિનંતી કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે માત્ર સરહદ પર દેશ માટે જીવ આપવો એ જ દેશભક્તિ નથી, પરંતુ આ મુશ્કેલ સમયમાં એક જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવીને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવું એ પણ સાચી દેશભક્તિ છે. આ માટે તેમણે લોકોને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા, સોનાની ખરીદી ટાળવા અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવા ખાસ આગ્રહ કર્યો છે.
વડાપ્રધાને ખાસ કરીને દેશનું વિદેશી હૂંડિયામણ બચાવવા પર ભાર મૂક્યો છે. તેમણે લોકોને અપીલ કરી છે કે જો શક્ય હોય તો ફરીથી ઓફિસના બદલે ઘરેથી કામ કરવાની વ્યવસ્થા (વર્ક ફ્રોમ હોમ) અપનાવો અને ઈંધણ બચાવવા ઓનલાઈન મીટિંગ્સ કે વર્ચ્યુઅલ કોન્ફરન્સનો આગ્રહ રાખો. આ ઉપરાંત, વિદેશી ચલણ બચાવવા માટે બિનજરૂરી વિદેશ યાત્રાઓ, ડેસ્ટિનેશન વેડિંગ કે વિદેશમાં રજાઓ ગાળવાનું ટાળવા પણ કહ્યું છે. દેશની અર્થવ્યવસ્થા પરનું દબાણ ઓછું કરવા માટે તેમણે નાગરિકોને ઓછામાં ઓછા 1 વર્ષ માટે સોનાની ખરીદીથી દૂર રહેવા પણ વિનંતી કરી છે.
દેશવાસીઓને સંબોધતા પીએમ મોદીએ રોજિંદા જીવનમાં કેટલાક સરળ પણ અસરકારક બદલાવ લાવવા માટે આ મુજબના મહત્વના સૂચનો કર્યા છે:
ઈંધણની બચત કરો:
પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા બને ત્યાં સુધી મેટ્રો કે અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો.
જ્યારે ખાનગી વાહન લઈને જવું જરૂરી હોય ત્યારે 'કારપૂલિંગ' કરો.
ભવિષ્ય માટે ઇલેક્ટ્રિક વાહનોનો (EV) ઉપયોગ વધારો.
ઉદ્યોગોમાં માલસામાનની હેરફેર માટે રોડ ટ્રાન્સપોર્ટના બદલે રેલવેને પ્રાથમિકતા આપો.
View this post on Instagram
તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...
સ્વદેશીને પ્રોત્સાહન આપો:
રજાઓ ગાળવા કે લગ્ન જેવા પ્રસંગોની ઉજવણી માટે વિદેશ જવાને બદલે ભારતમાં જ સ્થાનિક પર્યટનને પસંદ કરો.
રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેવી કે શૂઝ, બેગ અને એસેસરીઝ ખરીદવામાં 'મેક ઇન ઇન્ડિયા' અને સ્થાનિક પ્રોડક્ટ્સનો જ આગ્રહ રાખો.
આરોગ્ય અને અર્થતંત્રનું બેલેન્સ:
રસોઈમાં ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડો, જેનાથી તમારા વ્યક્તિગત સ્વાસ્થ્યની સાથે દેશના આર્થિક સ્વાસ્થ્યને પણ મોટો ફાયદો થશે.
ભ્રષ્ટ નેતાઓને મુખ્યમંત્રી બનાવવાની પરંપરા ભાજપે જાળવી રાખી! ભાજપ પર સંજય રાઉતનો કટાક્ષ
ખેડૂતો માટે ખાસ આગ્રહ:
ખેડૂતો ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ 50 ટકા સુધી ઘટાડે અને તેના બદલે પ્રાકૃતિક (ઓર્ગેનિક) ખેતી અપનાવે.
આનાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે અને ખાતર માટે વિદેશી આયાત પરની આપણી નિર્ભરતા ઘટશે.
સિંચાઈ માટે ડીઝલ પંપના બદલે સૌર ઉર્જાથી (સોલાર) ચાલતા પંપનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
Frequently Asked Questions
PM મોદીએ દેશવાસીઓને કઈ અપીલ કરી છે?
દેશનું વિદેશી હૂંડિયામણ બચાવવા માટે PM મોદીએ શું સૂચવ્યું છે?
PM મોદીએ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા, ઘરેથી કામ કરવાની વ્યવસ્થા (વર્ક ફ્રોમ હોમ) અને ઓનલાઈન મીટિંગ્સનો આગ્રહ રાખવાનું સૂચવ્યું છે. બિનજરૂરી વિદેશ યાત્રાઓ અને રજાઓ ગાળવાનું ટાળવા પણ કહ્યું છે.
સોનાની ખરીદી અંગે PM મોદીની શું સલાહ છે?
દેશની અર્થવ્યવસ્થા પરનું દબાણ ઓછું કરવા માટે PM મોદીએ નાગરિકોને ઓછામાં ઓછા 1 વર્ષ માટે સોનાની ખરીદીથી દૂર રહેવાની વિનંતી કરી છે.
ખેડૂતો માટે PM મોદીના શું સૂચનો છે?
PM મોદીએ ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક (ઓર્ગેનિક) ખેતી અપનાવવા કહ્યું છે. સિંચાઈ માટે ડીઝલ પંપના બદલે સૌર ઉર્જાથી ચાલતા પંપનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો છે.






















