નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Modi Birthday) પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. દેશભરમાં બપોરે 3 વાગ્યા સુધી 1 કરોડ 40 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને ભાજપના કાર્યકરો સતત કોવિડ-19 રસી માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે જેથી એક દિવસમાં રસીકરણના તમામ જૂના રેકોર્ડ પાછળ રહી જાય.
દરરોજ રસીના 2 કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક
ભારતીય જનતા પાર્ટી (BJP) એ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 2 કરોડ કોરોના રસી રસીકરણનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત સમગ્ર વિશ્વમાં રસીનો સિંગલ ડોઝ લગાવનાર દેશ બની ગયો છે અને 62 ટકાથી વધુ પુખ્ત વસ્તીના લોકોને રસીનો ઓછામાં ઓછો સિંગલ ડોઝ આપવામાં આવ્યો છે.
દેશમાં ચોથી વખત એક કરોડ વેક્સીનેશનનો આંકડો એક કરોડને પાર થયો છે. આ પહેલા 27 ઓગસ્ટે 1.03 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. 31 ઓગસ્ટે 1.33 કરોડ વેક્સીન આપવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરે 1.13 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા હતા. આજે પીએમ મોદીના જન્મદિવસે 1 કરોડ 40 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. આજે બે કરોડનું લક્ષ્યાંક છે.
ભાજપ 2014 થી પીએમ મોદીનો જન્મદિવસ ‘સેવા દિવસ’ તરીકે ઉજવી રહ્યો છે. જો કે, આ વખતે પાર્ટીએ આ દિવસે રેકોર્ડ રસીકરણ કરાવવાની યોજના તૈયાર કરી છે, જે સફળ જણાય છે. કોવિન એપ મુજબ, બપોરે 3 વાગ્યા સુધી 1 કરોડ 40 લાખ લોકોને રસી આપવામાં આવી છે, જે એક દિવસમાં આપવામાં આવતી સૌથી મોટી રસી છે.
પ્રથમ વખત 20 દિવસ સેવા દિવસ
2014થી અત્યાર સુધી, દર વર્ષે ભારતીય જનતા પાર્ટી એક સપ્તાહને સેવા દિવસ તરીકે મનાવતી હતી પરંતુ આ વખતે સમય વધારીને 20 દિવસ કરવામાં આવ્યો છે. જો કે, આ વખતે મોદીના 20 વર્ષના જાહેર જીવનને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ કાર્યક્રમને 20 દિવસ સુધી લંબાવી દીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શુક્રવારથી 7 ઓક્ટોબર સુધીના 20 દિવસનું ‘સેવા અને સમર્પણ’ અભિયાન ચલાવશે. આ સાથે પાર્ટી આ સમયગાળા દરમિયાન વડાપ્રધાનના જાહેર કાર્યાલયમાં બે દાયકા પૂર્ણ થયાની ઉજવણી પણ કરશે. મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને છેલ્લા 7 વર્ષથી વડાપ્રધાન હતા.
ખાદ્ય સામગ્રીની 14 કરોડ બેગનું વિતરણ કરવામાં આવશે
આ અભિયાન અંતર્ગત બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના કાર્યકર્તાઓને આરોગ્ય અને રક્તદાન શિબિરોનું આયોજન કરવા અને ગરીબોમાં અનાજ વિતરણ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ સંદર્ભે, પ્રધાનમંત્રીનું ચિત્ર ધરાવતી થેલીમાં ખાદ્ય સામગ્રીની 14 કરોડ બેગનું વિતરણ કરાશે.