PM Narendra Modi Oath Taking Ceremony News: લોકસભા ચૂંટણીના પરિણામ બાદ હવે નવી સરકારની રૂપરેખા અને ચિત્ર ક્લીયર થઇ ગયુ છે. આખરે નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન 2024) ત્રીજીવખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં તેમની કેબિનેટના ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. હાલમાં મોદી 3.0ની કેબિનેટ માટે ઘણા નેતાઓના નામ સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, આ વખતે પીએમએ તેમની કેબિનેટમાં ગઠબંધન સાથીદારોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. જો કે ભાજપ મહત્વના મંત્રાલયો પોતાની પાસે રાખી શકે છે. હાલમાં જે નામોની ચર્ચા થઈ રહી છે તે નીચે મુજબ છે.
આ નામો પર છે ચર્ચા
નામ | પાર્ટી |
પિયૂષ ગોયલ | બીજેપી |
નારાયણ રાણે | બીજેપી |
નીતિન ગડકરી | બીજેપી |
સંદીપાન ભૂમરે | શિવસેના શિન્દે જૂથ |
પ્રતાપ રાવ જાદવ | શિવસેના શિન્દે જૂથ |
પ્રફૂલ્લ પટેલ કે સુનિલ તટકરે | એનસીપે અજિત પવાર જૂથ |
જી કેશન રેડ્ડી | બીજેપી તેલંગાણા |
બંદી સંજય | બીજેપી તેલંગાણા |
એટાલા રાજેન્દ્ર | બીજેપી તેલંગાણા |
ડી કે અરૂણા | બીજેપી તેલંગાણા |
ડૉ. કે લક્ષ્મણ | બીજેપી તેલંગાણા |
રામ મોહન નાયડુ | ટીડીપી આંધ્રપ્રદેશ |
હરીશ | ટીડીપી આંધ્રપ્રદેશ |
ચંદ્રશેખર | ટીડીપી આંધ્રપ્રદેશ |
પુરંદેશ્વરી | બીજેપી આંધ્રપ્રદેશ |
રમેશ | બીજેપી આંધ્રપ્રદેશ |
બાલા શૌરી | જનસેના પાર્ટી |
સુરેશ ગૌપી | બીજેપી કેરળ |
વી. મુરલીધરન | બીજેપી કેરળ |
રાજીવ ચંદ્રશેખર | બીજેપી કેરળ |
એલ મુરગન | બીજેપી તમિલનાડુ |
કે અન્નામલાઇ | બીજેપી તમિલનાડુ |
એચ.ડી. કુમારસ્વામી | જેડીએસ કર્ણાટક |
પ્રહલાદ જોષી | બીજેપી કર્ણાટક |
બસવરાજ બમ્બઇ | બીજેપી કર્ણાટક |
જગદીશ શેટ્ટાર | બીજેપી કર્ણાટક |
શોભા કરંદલાજે | બીજેપી કર્ણાટક |
ડૉ. સી.એન. મંજૂનાથ | બીજેપી કર્ણાટક |
જનતા દળ યૂનાઇટેડમાંથી બની શકે છે 2 મંત્રી
આ સિવાય એનડીએના અન્ય મહત્વપૂર્ણ સહયોગી જનતા દળ યૂનાઇટેડને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુના બે સાંસદોને મંત્રી બનાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા સાંસદ લલનસિંહ અને રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુરને કેન્દ્રીય મંત્રીની જવાબદારી મળી શકે છે.