PM Modi Cabinet Portfolio Allocation: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (9 જૂન) નવી NDA ગઠબંધન સરકારના 71 પ્રધાનો સાથે શપથ લીધા હતા. તેમાંથી 30 કેબિનેટ મંત્રીઓ છે, પાંચ પાસે સ્વતંત્ર હવાલો છે અને 36 રાજ્ય મંત્રી છે. રવિવારે (9 જૂન) મોદી કેબિનેટની પ્રથમ બેઠક બાદ ભાજપે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે.   

કયું મંત્રાલય કોન મળ્યું જાણો ?

મોદી કેબિનેટમાં અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. વિદેશ મંત્રાલય માત્ર એસ જયશંકર પાસે છે. નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. અજય ટમટા, હર્ષ મલ્હોત્રાને રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ સંભાળવામાં આવશે. 

 

 નામ મંત્રાલય/વિભાગ
1અમિત શાહ ગૃહ મંત્રાલય
2રાજનાથ સિંહ રક્ષા મંત્રાલય
3એસ જયશંકર વિદેશ મંત્રાલય
4નિતિન ગડકરીરોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય
5અશ્વિની વૈષ્ણવસૂચના પ્રસારણ અને રેલમંત્રી 
6શિવરાજ સિંહ ચૌહાણકૃષિ, પંચાયતી રાજ અને કલ્યાણ મંત્રી 
7નિર્મલા સિતારમણનાણામંત્રી
8મનોહર લાલ ખટ્ટરઉર્જા,શહેરી વિકાસ મંત્રાલય
9સીઆર પાટીલજલશક્તિ મંત્રાલય
10મનસુખ માંડવિયા શ્રમ રોજગાર અને રમતગમત મંત્રાલય
11જેપી નડ્ડાસ્વાસ્થ્ય મંત્રાલય
12ચિરાગ પાસવાન  ફૂડ પ્રોસેસિંગ મંત્રી
13કિરન રિજિજૂ સંસદીય કાર્યમંત્રી
14અન્નપૂર્ણા દેવી મહિલા અને બાળવિકાસ 
15રામ મોહન નાયડૂ ઉડ્ડયન મંત્રાલય
16સર્વાનંદ સોનોવાલપોર્ટ શિપિંગ મંત્રાલય
17હરદીપસિંહ પૂરી પેટ્રોલિયમ મંત્રાલય 
18એસડી કુમારસ્વામી ભારે ઉદ્યોગ મંત્રાલય
19ગિરિરાજ સિંહ   કપડા મંત્રાલય
20પીયૂષ ગોયલવાણિજ્ય અને ઉદ્યોગ
21જ્યોતિરાદિત્ય સિંધિયા  ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય
22પ્રહલાદ જોશીગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય,  નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
23ગજેન્દ્ર સિંહ શેખાવતસંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય
24જી કિશન રેડ્ડીકોલસા અને ખાણ મંત્રાલય
25રાજીવ રંજન ઉર્ફે લલન સિંહપંચાયતી રાજ કલ્યાણ, મત્સ્ય અને પશુપાલન, ડેરી ઉદ્યોગ મંત્રાલય
26ધર્મેન્દ્ર પ્રધાનશિક્ષણ મંત્રાલય
27જીતન રામ માંઝીલધુ અને સુક્ષ્મ ઉદ્યોગ
28વીરેન્દ્ર કુમાર ખટીકસામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
29જુએલ ઓરમઆદિજાતિ બાબતોનું મંત્રાલય
30ભૂપેન્દ્ર યાદવપર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય

 

રાજ્યમંત્રી  (સ્વતંત્ર પ્રભાર)

 રાવ ઈંદ્રજીત સિંહ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ રાજ્ય મંત્રી, સાંસ્કૃતિક મંત્રાલય
 જીતેન્દ્ર સિંહવિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી, અણુ ઉર્જા વિભાગના રાજ્ય મંત્રી
 અર્જુન રામ મેઘવાલકાયદા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી
 પ્રતાપ રાવ જાધવઆયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
 જયંત ચૌધરીકૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

કયું મંત્રાલય કોને મળ્યું ?

મોદી કેબિનેટમાં અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. વિદેશ મંત્રાલય એસ જયશંકર પાસે છે. નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. અજય ટમટા, હર્ષ મલ્હોત્રાને રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવને રેલ્વે અને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા છે.