PM Modi On haryana Victory: હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર સ્પષ્ટ બહુમતી આપવા બદલ હું હરિયાણાને નમન કરું છું. આ વિકાસ અને સુશાસનની રાજનીતિની જીત છે. હું અહીંના લોકોને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં.


પ્રધાનમંત્રી મોદીએ આગળ લખ્યું કે મારા તમામ કાર્યકર સાથીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન જેમણે આ મહાન જીત માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું! તમે માત્ર રાજ્યની જનતાની સારી સેવા કરી નથી, પરંતુ અમારો વિકાસ એજન્ડા તેમના સુધી પહોંચાડ્યો છે. તેનું પરિણામ એ છે કે હરિયાણામાં ભાજપે આ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 


 






જમ્મુ-કાશ્મીરના દરેક વ્યક્તિની પ્રશંસા કરી


માત્ર હરિયાણામાં જ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી વિશે પ્રધાનમંત્રી મોદીએ  કહ્યું કે આ ચૂંટણીઓ ખૂબ જ ખાસ રહી છે. કલમ 370 અને 35(A) હટાવ્યા બાદ આ ચૂંટણીઓ પ્રથમ વખત યોજાઈ હતી અને તેમાં ભારે મતદાન થયું હતું, જેણે લોકશાહીમાં લોકોની શ્રદ્ધા દર્શાવી હતી. તેમણે કહ્યું કે તેઓ આ માટે જમ્મુ-કાશ્મીરના દરેક વ્યક્તિની પ્રશંસા કરે છે. તેમણે વધુમાં કહ્યું, “મને જમ્મુ અને કાશ્મીરમાં બીજેપીના પ્રદર્શન પર ગર્વ છે. હું એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે અમારી પાર્ટીને મત આપ્યો અને અમારામાં વિશ્વાસ મૂક્યો. હું લોકોને ખાતરી આપું છું કે અમે જમ્મુ-કાશ્મીરના કલ્યાણ માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હું અમારા કાર્યકરોના મહેનતુ પ્રયાસોની પણ પ્રશંસા કરું છું.”






નેશનલ કોન્ફરન્સ માટે આ વાત કરી


આ સાથે, PM એ જમ્મુ અને કાશ્મીરમાં JKNC ના પ્રદર્શન વિશે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પ્રશંસનીય પ્રદર્શન માટે હું JKNCની પ્રશંસા કરવા માંગુ છું.  


460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા