PM Modi in Germany: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7ની 48મી સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના મ્યુનિખમાં છે, જ્યાં તેઓ ભારતીય સમુદાયને સંબોધિન કર્યું હતું. સંબોધન દરમિયાન પીએમે કહ્યું કે હું તમારા બધામાં ભારતની સંસ્કૃતિ, એકતા અને ભાઈચારો જોઈ રહ્યો છું. તમારો આ પ્રેમ હું ક્યારેય નહીં ભૂલી શકું. તમારા આ પ્રેમ અને ઉત્સાહથી ભારતમાં જે લોકો જોઈ રહ્યા છે તેમની છાતી ગર્વથી ભરાઈ ગઈ હશે. જે લોકશાહી આપણું ગૌરવ છે, જે લોકશાહી દરેક ભારતીયના ડીએનએમાં છે, આજથી ચાલીસ વર્ષ પહેલા આ લોકશાહીને બંધક બનાવી લોકશાહીને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારતના લોકોએ લોકશાહીને કચડી નાખવાના તમામ ષડયંત્રનો લોકશાહી રીતે જવાબ આપ્યો છે. આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં ભારતીયો આપણી લોકશાહી પર ગર્વ અનુભવીએ છીએ. દરેક ભારતીય ગર્વથી કહે છે કે, ભારત લોકશાહીની માતા છે. આજે ભારતના દરેક ગામડામાં વીજળી પહોંચી ગઈ છે. આજે ભારતના લગભગ દરેક ગામ રોડ દ્વારા જોડાયેલા છે. આજે ભારતના 99 ટકાથી વધુ લોકો પાસે સ્વચ્છ રસોઈ માટે ગેસ કનેક્શન છે. આજે ભારતમાં દરેક પરિવાર બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયેલ છે.


80 કરોડ ગરીબોને મફત અનાજઃ
PMએ વધુમાં કહ્યું કે, 'આજે ભારતના દરેક ગરીબને 5 લાખ રૂપિયાની મફત સારવારની સુવિધા મળી રહી છે. કોરોનાના આ સમયમાં ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબો માટે મફત અનાજ મળ્યું છે. આટલું જ નહીં, ભારતમાં દર 10 દિવસે સરેરાશ એક યુનિકોર્ન બને છે. આજે ભારતમાં દર મહિને સરેરાશ 5000 પેટન્ટ ફાઈલ થાય છે. આજે, ભારત દર મહિને સરેરાશ 500 થી વધુ આધુનિક રેલ્વે કોચનું ઉત્પાદન કરી રહ્યું છે. આજે ભારત દર મહિને સરેરાશ 18 લાખ ઘરોને પાઈપ દ્વારા પાણી પુરવઠાથી જોડે છે.


PM એ કહ્યું કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ભારત ડિજિટલ ટેકનોલોજીમાં પોતાનો ઝંડો લહેરાવી રહ્યું છે. વિશ્વમાં થઈ રહેલા રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટમાંથી 40 ટકા વ્યવહારો ભારતમાં થઈ રહ્યા છે. આપણે બધા ભારતીયો આ વર્ષે આપણી આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, અમૃત મહોત્સવ ઉજવીએ છીએ. આઝાદીના 75માં વર્ષમાં, ભારત અભૂતપૂર્વ સર્વસમાવેશકતાનું સાક્ષી છે અને તેના દ્વારા લાખો આકાંક્ષાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. ભારત આજે અભૂતપૂર્વ શક્યતાઓથી ભરેલું છે.