PM Modi Corona Review Meeting: કોરોનાના નવા સ્ટ્રેન બાદ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે ત્યારે પીએમ મોદીએ  શનિવાર કોવિડ-19 અને ટીકાકરણ પર શનિવારની ઉચ્ચસ્તરીય  બેઠક કરી હતી.  આ દરમિયાન  પીએમ મોદીને  દક્ષિણ આફ્રીકામાં આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન અને તેનાથી પ્રભાવિત દેશો અંગે જાણકારી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ અધિકારીઓને નવા ઉભરતા વેરિએન્ટને ધ્યાનમાં રાખી અધિકારીઓ પાસેથી કોવિડને કારણે લાગૂ આંતરરાષ્ટ્રીય યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપવાની યોજનાની સમીક્ષા કરવા કહ્યું છે. 



પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યાત્રીકોના આવવા પર તેની મોનિટરિંગ અને જોખમ વાળા દેશોની ઓળખ કરવાનું કહ્યું છે, જ્યાંથી આ નવા કેસ આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે કોરોનાના નવા સ્ટ્રેનને જોતા આંતરરાષ્ટ્રીય યાત્રીકોના પ્રતિબંધો પર ઢીલની સમીક્ષા કરો. 


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની  ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક આશરે બે કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમના મુખ્ય સચિવ પીકે મિશ્રા, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય ડો. વી કે પોલ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે તે રાજ્ય સરકારો સાથે ખુબ નજીકથી કામ કરે જેથી રાજ્ય અને જિલ્લા સ્તરો પર જાગરૂતતા ફેલાવી શકાય. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ તે જગ્યાઓ પર કડક નિયમ અને નજર રાખવાના નિર્દેશ આપ્યા છે, જ્યાં વધુ કેસ સામે આવી રહ્યાં છે.


કોરોના વાયરસના નવા વેરિએન્ટે વિશ્વમાં ફરી ખતરો ઉભો  કર્યો છે. સાઉથ આફ્રીકામાં જોવા મળેલા આ નવા વેરિએન્ટ અને તેના ખતરાને જોતા ઘણા દેશોએ યાત્રા પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનાના નવા વેરિએન્ટવાળા દેશ- દક્ષિણ આફ્રિકા, યૂરોપ, હોંગકોંગથી ફ્લાઇટ્સ સતત ભારત આવી રહી છે. આ સંબંધમાં આજે ડીજીસીએ બેઠક કરશે અને નક્કી કરશે કે આ દેશો પપ યાત્રા પ્રતિબંધ લગાવવામાં આવે કે 14 દિવસ ક્વોરેન્ટાઈન કરવામાં આવે.