Jitan Ram Manjhi : બિહારના ગયા લોકસભા મતવિસ્તારમાંથી જીતેલા હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર)ના જીતન રામ માંઝીએ દેશના બંધારણ મુજબ મંત્રી પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. કેન્દ્રીય મંત્રી બનતા પહેલા જીતનરામ માંઝી બિહારના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. ગયા મતવિસ્તારમાંથી ચૂંટણી જીતેલા જીતન રામ માંઝીએ તેમના નજીકના હરીફ આરજેડીના કુમાર સર્વજીતને 1,01,812 મતોથી હરાવ્યા હતા. 






જીતન રામ માંઝી એક ભારતીય રાજકારણી અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે. રાજકીય પક્ષ જનતા દળ (યુનાઈટેડ)ના નેતા તરીકે તેઓ 23મા મુખ્ય પ્રધાન રહ્યા છે. જીતન રામ માંઝી બિહાર રાજ્યમાં દલિત સમુદાયના ત્રીજા મુખ્યમંત્રી હતા. 20 ફેબ્રુઆરી 2015ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. હાલમાં જીતન રામ માંઝી હિન્દુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય નેતા છે અને અગાઉ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચાના પ્રમુખ જીતન રામ માંઝી બિહારની ગયા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.તેમણે 1 લાખથી વધુ મતથી ચૂંટણી જીતી છે. 


માંઝીનો જન્મ બિહાર રાજ્યના ગયા જિલ્લાના ખિજરાસરાયના મહાકર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજીત રામ માંઝી છે જેઓ ખેતમજૂર હતા. તેમણે 1966માં ગયા કોલેજમાંથી સ્નાતક થયા. તે મહાદલિત મુસહર સમુદાયમાંથી આવે છે. 1966માં તેમણે કારકુન તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને 1980માં નોકરી છોડી દીધી.


બિહારના રાજકારણમાં જીતનરામ માંઝીને એક મોટો ચહેરો માનવામાં આવે છે. જીતન રામ માંઝીએ વર્ષ 1980માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની 43 વર્ષની રાજકીય સફરમાં, બિહારના જીતન રામ માંઝીએ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. કોંગ્રેસ છોડ્યા પછી પણ તેમણે ઘણી વખત પક્ષો બદલ્યા.


કોંગ્રેસ છોડ્યા બાદ જીતનરામ માંઝી જનતા દળ, આરજેડી, જેડીયુ અને ભાજપમાં પણ જોડાયા હતા. જીતન રામ માંઝીની રાજકીય કારકિર્દી લગભગ 43 વર્ષની છે. આ સમય દરમિયાન માંઝી લગભગ 8 વખત પોતાની પાર્ટી બદલી ચૂક્યા છે.