PM Modi: 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેમની લોકપ્રિયતા વધી રહી છે. સરકારી આંકડા મુજબ કુલ 14 દેશો અને યુનાઈટેડ નેશન્સ તેમને સર્વોચ્ચ સન્માનથી નવાજી ચૂક્યા છે. જેમાં 7 મુસ્લિમ દેશો છે. રાજ્યમંત્રી વી મુરલીધરને પીએમ મોદીને વિવિધ દેશોએ આપેલા સન્માનની યાદી સંસદમાં આપી હતી.
કયા દેશ દ્વારા કયું સન્માન આપવામાં આવ્યું
- 2016માં સાઉદી અરબ દ્વારા ઓર્ડર ઓફ અબ્દુલઅજીજ અલ સઉદથી પીએમને સન્માનવામાં આવ્યા
- 2016માં પીએમ મોદીને અફઘાનિસ્તાન દ્વારા સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન પુરસ્કારથી નવાજવામાં આવ્યા
- 2018માં પેલેસ્ટાઈને ગ્રેંડ કોલર ઓફ ધ સ્ટેટથી સન્માન કર્યુ
- 2019માં પીએમ મોદીને યુએઈ દ્વારા ઓર્ડર ઓફ જાયદ એવોર્ડથી નવાજવામાં આવ્યા
- 2019માં રશિયાએ ઓર્ડર ઓફ સેંટ એન્ડ્રુ પુરસ્કારથી પીએમ મોદીને સન્માનિત કર્યા
- 2019માં માલદીવ પણ ઓર્ડર ઓધ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઈઝ્ઝુદીનથી નવાજ્યા
- 2018માં બેહરિને કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રિનીસેંસથી સન્માનિત કર્યા
- 2019માં અમેરિકાએ પીએમ મોદીને લીઝન ઓફ મેરિટ સન્માનિત કર્યા
- 2020માં ભુટાને ઓર્ડર ઓફ ધ ડ્રેન કિંગથી સન્માનિત કર્યા
- 2021માં ફિજીએ ઓર્ડ ઓફ ફિજીથી સન્માનિત કર્યા
- 2023માં પીએમ મોદીને પાપુઆ ન્યુ ગિની દ્વારા પીએમ મોદીને અબાકલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા
- 2023માં ઈજિપ્તે ઓર્ડર ઓફ ધ નાઈલથી સન્માન કર્યુ
- 2023માં ફ્રાંસે ગ્રાંડ ક્રોસ ઓફ ધ લિજન ઓફ ધ ઓનરથી નવાજ્યા
- 2023માં ગ્રીસે ગ્રાંડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કર્યા