PM Modi Returns India: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગિની, જાપાન અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત પૂર્ણ કરીને સિડનીથી રવાના થઈ ગયા છે. પીએમ મોદી આવતીકાલે ગુરુવારે સવારે પાંચ વાગ્યે દિલ્હી પહોંચશે. તેમના સ્વાગત માટે ભાજપ દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એરપોર્ટ પર સેંકડો લોકો પહોંચી શકે છે. 


આ દરમિયાન પીએમ મોદી રોડ શો પણ કરી શકે છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પણ ભાજપના કાર્યકરોને બપોરે 3 વાગ્યે પાલમના ટેક્નિકલ એરપોર્ટ પર પહોંચવાની અપીલ કરી છે.


વાસ્તવમાં પીએમ મોદી જી-7ની વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે 19 થી 21 મે દરમિયાન જાપાનના હિરોશિમામાં હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન ફુમિયો કિશિદા સહિત અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી. ત્યાર બાદ પીએમ મોદી ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) સમિટના ફોરમના સહ-યજમાન માટે પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે પેસિફિક ટાપુ દેશોના નેતાઓને મળ્યા હતા. ત્યારબાદ પીએમ મોદી 22 થી 24 મે સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા.


પાપુઆ ન્યુ ગિની સાથે શું થઈ હતી ચર્ચા?


પીએમ મોદી પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે. તેમણે અહીં તેમના પાપુઆ ન્યુ ગિની સમકક્ષ જેમ્સ માર્પે સાથે વાતચીત કરી અને તેમના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. તેઓએ વાણિજ્ય, ટેકનોલોજી, આરોગ્ય સંભાળ અને આબોહવા પરિવર્તન જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવાની રીતો પર પણ ચર્ચા કરી.


ભારતીય સમુદાયને કર્યું સંબોધન 


PM મોદીએ મંગળવારે (23 મે) ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસ સાથે સિડનીના કુડોસ બેંક એરેના ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન મોદીએ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોના મહત્વ વિશે જણાવ્યું અને કહ્યું હતું કે, ભારત લોકશાહીની માતા છે.


આ ઉપરાંત પીએમ મોદી અને એન્થોની અલ્બેનિસે ભારત-ઓસ્ટ્રેલિયા માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એરેન્જમેન્ટ (MMPA) પર હસ્તાક્ષર કર્યા હતાં. જે વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સંશોધકો, શિક્ષણવિદો અને અન્ય લોકોની અવરજવરમાં મદદ કરશે.


PM Modi Sydney : PM મોદીએ ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો પાસે માંગ્યુ ખાસ વચન


વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. મંગળવારે તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. સિડનીના એરેના સ્ટેડિયમમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં 25 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પીએમ મોદી 2014 બાદ પહેલીવાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગતા હતાં. પીએમ મોદી ભારતીય સમુદાય તેમની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ સાથે સિડનીના એરેના સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોને એક ખાસ અપીલ કરી હતી.