Lal Krishna Advani 94th Birthday: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલ કૃષ્ણ અડવાણી (Lal Krishna Advani) સોમવારે પોતાનો 94માં જન્મ દિવસ મનાવી રહ્યાં છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સહિત પાર્ટીના બીજા નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.


વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું- આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા, તેમની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરુ છુ, લોકોને સશક્ત બનાવવા અને આપણા સાંસ્કૃતિક ગૌરવને વધારવાની દિશામાં તેમના કેટલાય પ્રયાસો માટે રાષ્ટ્ર તેમનુ ઋણી રહેશે. તેમને તેમની બૌદ્ધિક ક્ષમતા માટે પણ વ્યાપક રીતે સન્માનિત કરવામાં આવે  છે. 






પીએમ મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ પણ પાર્ટીના વરિષ્ઠ નેતાને શુભેચ્છા પાઠવી છે. તેમને પણ ટ્વીટ કરીને લખ્યું- આપણા બધાના પ્રેરણા સ્ત્રોત તથા માર્ગદર્શક, શ્રદ્ધેય લાલ કૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ, તે ભારતના તે સૌથી સન્માનિત નેતાઓમાં ગણાય છે,જેમની વિદ્વતા, બૌદ્ધિક ક્ષમતા અને રાજનય ને લોહા બધાએ માન્યુ છે. ઇશ્વર તેમને સ્વસ્થ રાખે તથા દીર્ધાયુ કરે.






પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના 94માં જન્મદિવસ પ્રસંગે તેમને તેમના ઘરે જઇને શુભેકામનાઓ પાઠવી, આ દરમિયાન પીએમ મોદીની સાથે જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, વેંકેયા નાયડુ સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યાં હતા, આ તમામે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.