DELHI : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભાજપ સંસદીય દળની બેઠકમાં ફિલ્મ The Kashmir Files નો ઉલ્લેખ કરીને  વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઝંડો લઈને ફરતી ગેંગ ગેંગ ધુંઆપુંઆ થઇ ગઈ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જો તે સમયે કોઈએ હિંમતથી મહાત્મા ગાંધીના જીવન પર ફિલ્મ બનાવીને દુનિયાની સામે મૂકી હોત તો આપણે સંદેશો આપી શક્યા હોત. પહેલીવાર કોઈ વિદેશીએ ગાંધી ફિલ્મ બનાવી અને જ્યારે તેને ઓસ્કાર મળ્યો ત્યારે દુનિયાને ખબર પડી કે ગાંધી આટલા મહાન વ્યક્તિ છે.


અભિવ્યક્તિની આઝાદી વાળી ગેંગ ધુંઆપુંઆ
વડાપ્રધાને કહ્યું કે હાલના દિવસોમાં ફિલ્મ કાશ્મીર ફાઇલ્સની ચર્ચા ચાલી રહી છે અને જે લોકો  હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઝંડો લઈને ફરતી ગેંગ ગેંગ ધુંઆપુંઆ થઇ ગઈ છે.  વાસ્તવિકતા અને કલાના આધારે આ ફિલ્મની ચર્ચા કરવાને બદલે તેને બદનામ કરવા માટે આખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તમે આ જોયું જ હશે. ફિલ્મ બનાવનારને જે પણ સત્ય લાગ્યું, તેણે તે બતાવવાનો પ્રયત્ન કર્યો. પણ એ સત્ય સ્વીકારવાની તે લોકોમાં તૈયારી નથી. છેલ્લા પાંચ-છ દિવસથી હલકું ષડયંત્ર ચાલી રહ્યું છે મારો વિષય આ ફિલ્મ નથી, મારો વિષય એ છે કે દેશની ભલાઈ માટેનું સત્ય દેશની સામે લાવવાનો છે. તેના ઘણા પાસાઓ હોઈ શકે છે. કેટલાક એક વસ્તુ જોઈ શકે છે, કેટલાક અન્ય જોઈ શકે છે.






 


ઈમરજન્સી ઘટના પર કોઈ ફિલ્મ નથી બની
વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરે છે. તમે જોયું જ હશે, ઈમરજન્સી એટલી મોટી ઘટના છે, કોઈ ફિલ્મ બની શકી નથી. સત્યને દબાવવાનો સતત પ્રયાસ થતો હતો. જ્યારે અમે ભારતના વિભાજનના દિવસ 14 ઓગસ્ટને હોરર ડે તરીકે યાદ રાખવાનું નક્કી કર્યું, ઘણા લોકોને મુશ્કેલી થઇ. દેશ કેવી રીતે ભૂલી શકે... ક્યારેક આપણને પણ તેમાંથી કંઈક શીખવા મળે છે. શું ભારતના ભાગલા પર કોઈ સત્તાવાર ફિલ્મ બની ?


જેને ફિલ્મ ન ગમતી હોય તે બીજી ફિલ્મ બનાવે
વડાપ્રધાને  કહ્યું કે જેને લાગે છે કે આ ફિલ્મ સારી નથી, તેણે પોતાની બીજી ફિલ્મ બનાવવી જોઈએ. પરંતુ તેઓ આશ્ચર્યચક્તિ થઇ ગયા છે કે  જે સત્ય આટલા લાંબા સમય સુધી દબાવી રાખવામાં આવ્યું હતું,જે  તથ્યોના આધારે બહાર લાવવામાં આવી રહ્યું છે, કોઈ તે સત્યને ખુબ મહેનતથી લાવી રહ્યું છે, તમામ  પ્રયાસો કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં સત્ય માટે જીવતા લોકોની જવાબદારી છે કે તેઓ સત્ય માટે ઉભા રહે. આ જવાબદારી મારી છે, દરેક તેને નિભાવશે.