PM Modi On Electoral Bonds: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ ઈલેક્ટોરલ બોન્ડ લાવ્યા હતા અને તેથી ફંડિંગનો સ્ત્રોત આજે જાણી શકાય છે. તેમણે એમ પણ પૂછ્યું કે શું કોઈ એજન્સી અમને કહી શકે છે કે 2014 પહેલા ચૂંટણીમાં કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. PM મોદીએ થાંથી ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ચૂંટણી બોન્ડના કારણે હવે અમે ફંડિંગનો સ્ત્રોત શોધી શકીએ છીએ. કંઈ પણ પૂર્ણ નથી હોતું, અપૂર્ણતાને સુધારી શકાય છે.


ચૂંટણી બોન્ડ ડેટાના કારણે શું ભાજપને કોઈ આંચકો લાગી રહ્યો છે? 


એવું પૂછવામાં આવતા પીએમ મોદીએ કહ્યું, મેં એવું શું કર્યું છે કે આંચકો લાગે? મને ખાતરી છે કે જેઓ આજે (ઇલેક્ટોરલ બોન્ડ્સ પર) હંગામો મચાવી રહ્યા છે તેઓને તેનો પસ્તાવો થશે. હું તમામ નિષ્ણાતોને પૂછવા માંગુ છું કે કઈ એજન્સી 2014 પહેલા ચૂંટણીમાં વપરાતા નાણાંને શોધી શકે છે. અમુક ખર્ચ તો થયો જ હશે. મોદી ચૂંટણી બોન્ડ લાવ્યા અને તેથી આજે તમે જાણો છો કે કોણે કોને કેટલું ફંડ આપ્યું.


આપને જણાવી દઈએ કે રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે સરકારે 2017માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ લાવી હતી. આ વર્ષે 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી અને ચૂંટણી પંચને ડેટા જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.


વિપક્ષ પર નિશાન સાધતા PM મોદીએ કહ્યું, આજે દેશ પાછલી સરકારોની ભૂલો ભોગવી રહ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે ભારતીય માછીમારો માછલી પકડવા માટે દરિયામાં જાય છે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે છે. તેમની બોટ પકડાઈ છે, આ કોંગ્રેસના પાપનું પરિણામ છે કે આજે પણ આપણા માછીમારો સજા ભોગવી રહ્યા છે. વાત કરવામાં આવે તો ડીએમકે જેવા પક્ષો જે કોંગ્રેસના સહયોગી છે તેઓ પણ મોઢું બંધ કરીને બેસી જાય છે. જેઓ ઈન્ડિયા ગઠબંધનમાં છે તેઓ ન તો દેશના સૈનિકો કે ખેડૂતોના કલ્યાણ વિશે વિચારી શકે છે ન તો માછીમારો વિશે. ખેડૂતોને નફરત કરતા ઈન્ડિયા ગઠબંધનએ ચૌધરી ચરણ સિંહનું સન્માન પણ કર્યું ન હતું. સંસદની અંદર ઈન્ડિયા ગઠબંધનએ શું કર્યું તે સમગ્ર દેશે જોયું છે. જ્યારે અમારા નાના ભાઈ જયંત ચૌધરી ચૌધરી ચરણ સિંહ વિશે બોલવા માટે સંસદમાં ઉભા થયા ત્યારે તેમનો અવાજ રોકવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો.