પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનમાં ચાલી રહેલા G-7 સંમેલનના આઉટરીચ સેશનને શનિવારે રાત્રે સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ G-7 દેશોને 'વન અર્થ-વન હેલ્થ'નો મંત્ર આપ્યો હતો,  જેને જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલે પણ સમર્થન કર્યું હતું. આ અગાઉ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને મોદી સાથે ચર્ચા કરી હતી.


તેમણે ટ્રેડ-રિલેટેડ આસ્પેક્ટ ઓફ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (TRIPS)એગ્રીમેન્ટ અંગે વાતચીત કરી ભારત પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોંએ જણાવ્યું હતું કે વેક્સિન માટે આવશ્યક કાચા માલસામાનનો સપ્લાઈ કોઈ જ અવરોધ વગર મળવો જોઈએ. જેથી ભારત જેવા દેશ કોઈ પણ અવરોધ વગર વેક્સિનનું ઉત્પાદન કરી શકે.


G7 દેશના નોતાઓએ શનિવારે ગરીબ દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે એક પ્લાન રજૂ કરી રાખ્યો છે. આ પ્લાન ચીનના વન બેલ્ડ વન રોડ (OBOR) પ્રોજેક્ટ વિરૂદ્ધ લાદવામાં આવ્યો છે. આનું નેતૃત્વ અમેરિકા કરશે. G7 નેતાઓની મુલાકાતમાં USના રાષ્ટ્રપતિ જો બાઇડન આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.


બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને મોદીને તેમા સામેલ કરવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસના પરિણામે મોદીએ બ્રિટન પ્રવાસ રદ કર્યો હતો. તેઓ શનિવારે અને 13 જૂનના રોજ વર્ચ્યુઅલ મોડમાં આમા ભાગ લીધો.