Continues below advertisement

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલને લઈ ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે. બંને નેતાઓએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદી અને ડૉનાલ્ડ ટ્રમ્પે વેપાર, મહત્વપૂર્ણ ટેકનોલોજી, ઊર્જા, સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી હતી. બંને નેતાઓએ સહિયારા પડકારોનો સામનો કરવા અને સામાન્ય હિતોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા સંમતિ દર્શાવી.

કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ ?

Continues below advertisement

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દ્વિપક્ષીય વેપારને વિસ્તૃત કરવા માટે સહિયારા પ્રયાસોની ગતિ જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો. બંને નેતાઓએ મહત્વપૂર્ણ ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ અને સુરક્ષા સહિત અન્ય પ્રાથમિકતા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું, જે 21મી સદી માટે ભારત-યુએસ COMPACT (Catalyzing Opportunities for Military Partnership, Accelerated Commerce & Technology) ના અમલીકરણ માટે કેન્દ્રિય છે.

સંપર્કમાં રહેવા બની સહમતિ

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી અને સહિયારા પડકારોનો સામનો કરવા અને સામાન્ય હિતોને આગળ વધારવા માટે નજીકથી કામ કરવા સહમત થયા. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સહમતિ થયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેની વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશોના પ્રતિનિધિમંડળો દિલ્હીમાં વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા અંગે ચર્ચા કરી રહ્યા છે. ટ્રમ્પના તાજેતરના નિવેદનો સૂચવે છે કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર ટૂંક સમયમાં નક્કી થશે.

યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે ભારતે યુએસ પક્ષ સમક્ષ અત્યાર સુધીની શ્રેષ્ઠ દરખાસ્તો રજૂ કરી છે. વોશિંગ્ટન ડીસીમાં સેનેટ સબકમિટીની બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે યુએસ ટ્રેડ ટીમ હાલમાં ભારતમાં છે અને કૃષિ ક્ષેત્રને લગતા અવરોધોની ચર્ચા કરી રહી છે.

ભારત તેના કૃષિ અને ડેરી ક્ષેત્રને અમેરિકા માટે ખોલવા માંગતું નથી. દૂધ ઉત્પાદન ભારતમાં લાખો લોકોને આજીવિકા પૂરી પાડે છે. જેમીસન ગ્રીરે ભારતની પ્રશંસા કરતા કહ્યું કે વાટાઘાટો દરમિયાન ભારતનું વલણ ખૂબ જ ભવિષ્યલક્ષી રહ્યું છે.