અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાત કરી. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી. તેમણે વાતચીત વિશે વધુ કોઈ વિગતો આપી ન હતી, પરંતુ કહ્યું કે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.
બંને નેતાઓ વચ્ચેની આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-અમેરિકા વેપાર સોદા અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ જલ્દી થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઉચ્ચ સ્તરીય સંબંધોનો એક ભાગ માનવામાં આવે છે. ભારતમાં અમેરિકાના રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયા માટેના ખાસ દૂત સર્જિયો ગોરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે થયેલી વાતચીતની વિગતો શેર કરી હતી. જોકે, બંને નેતાઓ વચ્ચે થયેલી ચર્ચાની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે 10 ડિસેમ્બરે ફોન પર વાત કરી હતી, જે દરમિયાન ટેરિફ પર ચર્ચા થઈ હતી. ટેરિફ અંગે બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી ફોન વાતચીત હતી.
ભારત અને અમેરિકા માર્ચ 2025 થી વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટથી અમેરિકાએ ભારતીય નિકાસ પર 50% નો જંગી ટેરિફ લાદ્યો છે, જે કોઈપણ દેશ પર લાદવામાં આવેલ સૌથી વધુ ટેરિફ છે. આમાં રશિયન તેલની ખરીદી પર 25% ટેરિફનો સમાવેશ થાય છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (1 ફેબ્રુઆરી, 2026) દાવો કર્યો હતો કે ભારત હવે ઈરાનને બદલે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે. તેમણે કહ્યું કે વેનેઝુએલામાં કાયદાકીય સુધારા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. તાજેતરના વર્ષોમાં ભારતે ડિસ્કાઉન્ટેડ દરે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં વધારો કર્યો છે, જેના કારણે રશિયા ભારતના સૌથી મોટા તેલ સપ્લાયર્સમાંનો એક બન્યો છે.
હાલમાં ભારત પર અમેરિકા દ્વારા વિવિધ વસ્તુઓ પર આશરે 50 % સુધીનો કુલ ટેરિફ લાગેલો છે, જેમાં 50 % સામાન્ય અને 25 % તેલ સંબંધિત પેનલ્ટી ટેરિફનો સમાવેશ થાય છે.