તહેવારોની સિઝન અને ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખતા ઢીલ ના રાખવાની સલાહ આપી શકે છે. કોરોના કાળમાં વડાપ્રધાન મોદીએ કુલ છ વાર દેશને સંબોધિત કર્યો છે. વડાપ્રધાન મોદીનુ પહેલુ સંબોધન 19 માર્ચે થયુ હતુ, અને છેલ્લુ સંબોધન 30 જૂનો થયુ હતુ.
જાણો કોરોના કાળમાં ક્યારે ક્યારે થયુ વડાપ્રધાન મોદીનુ સંબોધન...
19 માર્ચ 2020: 22 માર્ચે દેશમાં જનતા કર્ફ્યૂની જાહેરાત કરી, સાંજે 5 વાગે, 5 મિનીટે સ્વાસ્થ્ય કર્મીઓનો હોંસલો વધારવાનુ કહ્યુ.
24 માર્ચ 2020: 25 માર્ચે 21 દિવસ માટે દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી.
3 એપ્રિલ 2020: સવારે 9 વાગે વીડિયો સંદેશ શેર કર્યો, 5 એપ્રિલની રાત્રે 9 વાગે, ઘરની તમામ લાઇટો બંધ કરીને, 9 મિનીટ સુધી મીણબત્તી, દીવો કે ટોર્ચ કે મોબાઇલની ફ્લેશલાઇટ સળગાવવાની અપીલ કરી.
14 એપ્રિલ 2020: સવારે 10 વાગે પીએમ મોદીએ સંબોધિત કર્યા, અને લૉકડાઉન 3 મે સુધી લંબાવ્યુ.
12 મે- વડાપ્રધાન એકવાર ફરીથી જનતા સામે આવ્યા, આ વખતે વડાપ્રધાન મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ પેકેજની વિસ્તારથી જાણકારી નાણામંત્રી નિર્મલા સીતારમણ આપશે.
30 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ન યોજનાને 30 નવેમ્બર 2020 સુધી લંબાવી.