લખનઉ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી શુક્રવારે દેશના સૌથી મોટા રોજગાર કાર્યક્રમને ઓનલાઈન માધ્યમથી સંબોધિત કરશે. આ રોજગાર કાર્યક્રમ સાથે ઉત્તરપ્રદેશના 1 કરોડથી વધુ નોકરી અને રોજગાર મેળવનારા લોકો સામેલ થશે. તેમાં ત્રણ પ્રકારના રોજગારના કાર્યક્રમ જોડાયેલા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રયાસોથી પ્રદેશના 1 કરોડથી વધુ લોકો નોકરી અને રોજગાર મળશે. તેમાં અન્ય રાજ્યોમાંથી ઘરે પરત ફરેલા પ્રવાસી શ્રમિકો અને મજૂરો સાથે સાથે સ્થાનિક લોકોને પણ લાભ મળશે.


ત્રણ પ્રકારના લાભાર્થી

દેશના સૌથી મોટા આ રોજગાર કાર્યક્રમમાં ત્રણ પ્રકારના રોજગાર કાર્યક્રમને સામેલ કરવામાં આવ્યા છે. પ્રથમ ભારત સરકારનો આત્મનિર્ભર ભારત રોજગાર કાર્યક્રમ છે. તેને ભારત સરકારે પ્રારંભ કર્યો છે. તેમાં એ લોકો સામેલ છે, જે લોકોને આ કાર્યક્રમના માધ્યમથી રોજગાર આપવામાં આવ્યો છે. જ્યારે બીજા એમએસએમઈ સેક્ટરમાં જે લોકોને નોકરી મળી છે અને સરકારે જે ઔદ્યોગિક સંગઠનો સાથે એમઓયૂ કર્યા છે, એ લોકો પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.

ત્રીજો કાર્યક્રમ સ્વત રોજગારનો છે. તેમાં એ લોકો હશે, જેમાં બેન્કો અને સરકારના પ્રયત્નો દ્વારા તેમના ઉદ્યોગ માટે લોન આપીને તેમના રોજગાર અને ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા છે. એવા લોકો પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.

દેશનો સૌથી મોટો રોજગાર કાર્યક્રમ

દેશનો આ સૌથી મોટો રોજગાર કાર્યક્રમ છે, જેમાં દિલ્હીથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ઉત્તરપ્રદેશથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઓનલાઈન માધ્યમથી લાભાર્થિઓ સાથે વાત કરશે. એક દિવસમાં 1 કરોડથી વધુ લોકોને નોકરી અને રોજગાર આપનારી આ સૌથી મોટી સંખ્યા હશે, જેમાં પ્રવાસી અને સ્થાનિક લોકો સામેલ થશે.

તેમાં દિલ્હીથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ઓનલાઈન માધ્યમથી ઉત્તરપ્રદેશના 6 જિલ્લાના લાભાર્થિઓ સાથે વાત પણ કરશે. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્નાથ લખનઉથી આ કાર્યક્રમના માધ્યમથી લાભાર્થિઓ સાથે વાત કરશે.