નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી આજે એક દિવસના મધ્યપ્રદેશ પ્રવાસ પર જશે. વડાપ્રધાન મોદી અહી અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરશે અને સાથે રાજગઢમાં જનસભા સંબોધશે. મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. મોદી શહેરી વિકાસ મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. દરમિયાન મોદી રાજ્યના વિવિધ વિસ્તારોમાં લગભગ ચાર હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ધાટન કરશે. મોદી મોહનપુરા સ્થિત આવેલો ડેમ રાષ્ટ્રને સમર્પિત કરશે.


મોહનપુર સ્થિત ડેમ લગભગ 3800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો છે.  આ યોજનાનું કામ ડિસેમ્બર 2014માં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 17 ગેટ લગાવાયા છે જેમાં લગભગ 1.35 લાખ હેક્ટર જમીનને સિંચાઇ માટે પાણી મળશે. મધ્યપ્રદેશનો રાજગઢ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે. અહીંના ખેડૂતો સિંચાઇ માટે ફક્ત વરસાદ માટે નિર્ભર રહે છે.