PM Modi Ukraine Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની પોલેન્ડ મુલાકાત બાદ શુક્રવારે (23 ઓક્ટોબર 2024) યુક્રેન પહોંચ્યા છે. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy) સાથે મુલાકાત કરી. આ સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને નેતાઓ એકબીજા સાથે હાથ મિલાવ્યા બાદ ભેટતા જોવા મળે છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધ અંગે મોટી જાહેરાત કરી છે.
રશિયાના રાષ્ટ્રપતિનું નિવેદન
સૂત્રો અનુસાર રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યાં સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનમાં છે, ત્યાં સુધી ત્યાં કોઈ હુમલો નહીં થાય. રશિયાના રાષ્ટ્રપતિનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની આ મુલાકાત રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. પોલેન્ડથી લગભગ 10 કલાકની ટ્રેન મુસાફરી બાદ હયાત હોટેલ પહોંચતા ભારતીય સમુદાયના લોકોએ મોદીનું ગરમજોશીથી સ્વાગત કર્યું.
ચાર MOU પર હસ્તાક્ષર થયા
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન અંગે ચર્ચા થવાની અપેક્ષા છે. બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે થયેલી બેઠકમાં ચાર MOU પર હસ્તાક્ષર થયા છે.
- માનવતાવાદી આધાર પર મદદ આપવા
- ખોરાક અને કૃષિ
- તબીબી અને દવાઓ
- સાંસ્કૃતિક સહયોગ અંગે MOU પર હસ્તાક્ષર થયા
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા બાળકોની યાદમાં સ્થાપિત હૃદયસ્પર્શી પ્રદર્શન જોઈને વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે આ અંગે શોક વ્યક્ત કર્યો અને મૃત્યુ પામેલા બાળકોના સન્માનમાં તેમને યાદ કરતા એક રમકડું મૂક્યું. વડાપ્રધાન આશરે સાત કલાક કીવમાં વિતાવશે. ઝેલેન્સ્કી સાથેની વાતચીત પહેલા પીએમ મોદીએ કીવમાં ઓએસિસ ઓફ પીસ પાર્કમાં સ્થિત સત્ય અને અહિંસાના પ્રતીક મહાત્મા ગાંધીની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
પીએમ મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથેની મુલાકાત બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, બેઠકમાં ભારતે કહ્યું છે કે બંને દેશોએ યુદ્ધવિરામનો ઉકેલ શોધવામાં વ્યસ્ત રહેવું જોઈએ. પીએમ મોદી વચ્ચે લાંબા સમય બાદ આ મુલાકાત થઈ છે. અને ઝેલેન્સકીએ આ મુદ્દે પુતિન સાથેની વાતચીતનો ઉલ્લેખ પણ કર્યો છે.
આ પણ વાંચોઃ