રાજ્યસભામાંથી 72 સભ્યો નિવૃત્ત થયા છે. તેમની વિદાય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું હતું કે આપણા રાજ્યસભાના સભ્યોને ઘણો અનુભવ છે. કેટલીકવાર અનુભવ શૈક્ષણિક જ્ઞાન કરતાં વધુ શક્તિશાળી હોય છે. હું નિવૃત્ત થઈ રહેલા સભ્યોને ' ફરીથી આવાનું' કહીશ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનુભવથી જે મળ્યું છે, તેમાં સમસ્યાઓના ઉકેલ માટે સરળ ઉપાયો છે. અનુભવનું મિશ્રણ હોવાથી ભૂલો ઓછી થાય છે. અનુભવનું પોતાનું મહત્વ છે. આવા અનુભવી સાથીઓ જ્યારે ઘર છોડીને જાય છે ત્યારે ઘરને, રાષ્ટ્રને મોટું નુકસાન થશે.






 પીએમ મોદીએ કહ્યું, આજે વિદાય લઈ રહેલા સાથીઓ પાસેથી આપણે જે કંઈ પણ શીખ્યા છીએ. આજે આપણે એ પણ સંકલ્પ કરીએ કે તેમનામાં જે પણ સર્વશ્રેષ્ઠ છે તેને આગળ વધારવા માટે આ રાજ્યસભાના પવિત્ર સ્થાનનો આપણે જરૂર ઉપયોગ કરીશું.  રાજ્યસભાના સાંસદોની વિદાયમાં પીએમ મોદીએ કહ્યું, આ સ્વતંત્રતાનો અમૃત ઉત્સવ છે. આપણા મહાપુરુષોએ દેશ માટે ઘણું આપ્યું છે, હવે આપવાની જવાબદારી આપણી છે.


જે સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે


નિવૃત્ત થનારા સભ્યોમાં ગૃહમાં ડેપ્યુટી લીડર ઓફ કોંગ્રેસ આનંદ શર્મા, એ.કે. એન્ટની, ભાજપના નેતાઓ સુબ્રમણ્યમ સ્વામી, એમસી મેરી કોમ અને સ્વપ્ન દાસગુપ્તા સામેલ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, સુરેશ પ્રભુ, એમ.જે. અકબર, જયરામ રમેશ, વિવેક તન્સ્ખા, વી. વિજયસાઈ રેડ્ડીનો કાર્યકાળ જૂનમાં સમાપ્ત થશે.


જુલાઈમાં નિવૃત્ત થનારા સભ્યોમાં પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી, પી. ચિંદમ્બરમ, અંબિકા સોની, કપિલ સિબ્બલ, સતીશ ચંદ્ર મિશ્રા, સંજય રાઉત, પ્રફુલ પટેલ અને કે. જે. અલ્ફોસનો સમાવેશ થાય છે. કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓને ફરીથી નોમિનેટ કરવામાં આવશે. સાથે જ કોંગ્રેસના કેટલાક સભ્યોની ફરીથી ઉમેદવારી થવા અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. આમાંના ઘણા સભ્યો G-23માં સામેલ છે જેઓ પાર્ટી નેતૃત્વની ટીકા કરતા હતા.