Delhi : કેન્દ્રમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી  6 એપ્રિલે તેનો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહી છે. જેના માટે પાર્ટી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. બીજેપી નેતા અરુણ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી. જેમાં તેમણે કહ્યું કે આવતીકાલે 6  એપ્રિલે બરાબર 10 વાગ્યે પીએમ મોદી દેશભરના બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

Continues below advertisement


મંત્રીઓથી લઈને ધારાસભ્યો ભાગ લેશે
પાર્ટીના સ્થાપના દિને યોજાનાર કાર્યક્રમોની માહિતી આપતા અરુણ સિંહે કહ્યું કે, ભાજપના તમામ વિભાગોમાં, જિલ્લા કાર્યાલયોમાં ધ્વજવંદન કરવામાં આવશે. સાથે જ શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, ધારાસભ્યો કોઈને કોઈ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા બીજેપી હેડક્વાર્ટર ખાતે ધ્વજ ફરકાવશે અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ સાથે  બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.






સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણીની તૈયારી
બીજેપી નેતા વતી કહેવામાં આવ્યું કે, પાર્ટીએ નિર્ણય લીધો છે કે 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દેશભરમાં સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. ભાજપના કાર્યકરો સામાજિક ન્યાય પખવાડિયા દ્વારા કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓને જિલ્લાઓ અને મંડળો સુધી પહોંચાડવાનું કામ કરશે. અમે 12 એપ્રિલને રસીકરણ દિવસ તરીકે ઉજવીશું. 13 એપ્રિલના રોજ દેશભરમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના સંબંધિત કાર્યક્રમો યોજાશે.


14 એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બૂથ સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અરુણ સિંહે જણાવ્યું હતું કે 15 એપ્રિલે અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે જે કાર્ય કર્યું છે અને તેની સાથે સમાજ માટે વિશેષ કાર્ય કરનારા અનુસૂચિત જનજાતિ સમાજના લોકોનું સન્માન કરવાનું કામ પણ ભાજપના કાર્યકરો કરશે.