કોરોના સંક્રમણને લઈ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ફરીએકવાર વિડિયો કૉંફ્રેંસથી બેઠક કરશે. 10 રાજ્યોના મુખ્યમંત્રી અને 54 જિલ્લાધિકારીઓ સાથે વિડિયો કૉંફ્રેંસથી થોડિવારમાં બેઠક કરશે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પાંડુચેરી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિસા, કેરલ અને હરિયાણાના જિલ્લાધિકારીઓ સામેલ થશે. આ પહેલા પીએમ મોદીએ 18 તારીખે 9 રાજ્યો અને એક કેંદ્રશાસિત પ્રદેશના 46 જિલ્લાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આજની વિડિયો કૉંફ્રેંસથી મળનાર બેઠકમાં મમતા બેનર્જી પણ સામેલ થશે.


પીએમ મોદીએ કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત 46 જિલ્લાના કલેક્ટર (ડીએમ)ની સાથે પ્રથમ વખત વાતચીત મગળવારે કરી હતી અને કહ્યું હતું કે, કોરોના રસીની ઉપલબ્ધતા વધારવા માટે નિરંતર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પીએમે કહ્યું હતું કે, રસીકરણ કોરોનાની સામે લડવા માટેનું એક સશક્ત માધ્યમ છે, માટે આપણે એક સાથે મળીને તેની સાથે જોડાયેલ ભ્રમને દૂર કરવાનો છે.


પીએમે બાદમાં દવાઓ અને ઉપકરણોની કાળાબજરી પર નિયંત્રણ લાવવાની જરૂરત પર ભાર મુકતાં કહ્યું હતું કે, “જો તમને લાગે છે કે રાજ્ય અથવા કેન્દ્ર સ્તર પર સ્થાપિત રણીનીતિઓમાં ફેરફાર અથવા કંઈ સંશોધન કરવાની જરૂરત છે તો તમે આગળ આવધો અને સૂચનો મારી સાથે અથવા મારા કાર્યાલયની સાથે શેર કરવામાં કોઈ સંકોચ ન રાખવો.”


મોદીએ કહ્યું, “પીએમ કેયર્સના માધ્યમથી અમે દરેક જિલ્લામાં એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે અને તમામ ડીએમને મારી વિનંતી છે કે આવા પ્લાન્ટની ઝડપથી સ્થાપના કરવા માટે તૈયારી કરો, જેમ કે ચંદીગઢ અને અન્ય સ્થળ પર કરવામાં આવ્યં છે.”


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,76,077 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3874 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,69,077 લોકો ઠીક પણ થયા છે.   



  • કુલ કેસ-  બે કરોડ 57 લાખ 72 હજાર 400

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 23 લાખ 55 હજાર 440

  • કુલ એક્ટિવ કેસ - 31 લાખ 29 હજાર 8789

  • કુલ મોત - 2 લાખ 87 હજાર 112