વારાણસી :   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસીમાં તેમના રોડ શો દરમિયાન એમ્બ્યૂલન્સને રસ્તો આપવા માટે તેમના કાફલાને રોક્યો હતો.  વારાણસીની તેમની 2-દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી વારાણસી અને પૂર્વાંચલ માટે રૂ. 19,000 કરોડથી વધુના 37 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે.


 







વારાણસીની મુલાકાતના પહેલા દિવસે પ્રધાનમંત્રી મોદી નમો ઘાટ પર સાંજે કાશી તમિલ સંગમમની બીજા સંસ્કરણનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં તેઓ કાશી તમિલ સંગમમ એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરશે, જે કન્યાકુમારી અને વારાણસી વચ્ચે ચાલવાની છે. 


કાશી તમિલ સંગમમમાં તમિલનાડુ અને કાશીની કલા અને સંગીતની સાથે સાથે હસ્તકલા, હસ્તશિલ્પ, વ્યજંન અને અન્ય વિશેષ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. તે સિવાય કાશી અને તમિલનાડુની સંસ્કૃતિઓ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થશે.


કાશી તમિલ સંગમમ, જે 17-31 ડિસેમ્બર દરમિયાન યોજાશે,  તેમાં તમિલનાડુ અને પુડુચેરીના 1,400 મહાનુભાવોની ભાગીદારી જોવા મળશે અને તેઓ વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યાની મુલાકાત લેવાના છે.  


ગત વર્ષે ડિસેમ્બરમાં જ પીએમ મોદીના કાફલામાં એક એમ્બ્યુલન્સ આવી હતી અને તેના માટે પણ રસ્તો આપવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બર, 2022 ના રોજ, પીએમ મોદી ગુજરાતના અમદાવાદમાં મેગા રોડ શો કરી રહ્યા હતા અને તે લગભગ 30 કિલોમીટર લાંબો રોડ શો હતો. આ સમય દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો બનાવવા માટે કાફલાને સાઈડલાઈન કરવામાં આવ્યો હતો.


ગયા વર્ષે નવેમ્બરમાં પણ જ્યારે પીએમ મોદી હિમાચલના ચંબીની મુલાકાતે હતા અને તેમના કાફલા દરમિયાન એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, ત્યારે તેમણે કાફલાને રોક્યો હતો અને રસ્તો બનાવ્યો હતો. પોતાના વારાણસી પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન મોદી સાંજે નમો ઘાટથી કાશી તમિલ સંગમમની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી અહીંથી કન્યાકુમારીથી વારાણસી સુધી કાશી તમિલ સંગમ એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.