PM Modi Flag Off Vande Bharat Express: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશા અને પશ્ચિમ બંગાળના લોકોને 'વંદે ભારત ટ્રેન' ભેટ આપી છે. પીએમ મોદીએ ઓડિશામાં પુરી-હાવડા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે 'વંદે ભારત ટ્રેન' આધુનિક ભારત અને મહત્વાકાંક્ષી ભારતીય બંનેનું પ્રતીક બની રહી છે.
આજે જ્યારે 'વંદે ભારત' એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થાય છે ત્યારે તેમાં ભારતની ગતિ અને પ્રગતિ દેખાય છે. તેમણે કહ્યું હતું કે આ અમૃતકાલમાં વંદે ભારત ટ્રેનો પણ વિકાસનું એન્જિન બની રહી છે અને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને પણ આગળ લઈ જઇ રહી છે.
'ભારતે વિકાસની ગતિ જાળવી રાખી છે'
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સૌથી મુશ્કેલ વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ વિકાસની તેની ગતિ જાળવી રાખી છે. તેની પાછળ એક મોટું કારણ છે કે આ વિકાસમાં દરેક રાજ્યની ભાગીદારી છે, દેશ દરેક રાજ્યને સાથે લઈને આગળ વધી રહ્યો છે. આજનું નવું ભારત પણ પોતે જ ટેક્નોલોજી બનાવી રહ્યું છે અને ઝડપથી નવી સુવિધાઓ દેશના ખૂણે-ખૂણે લઈ જઈ રહ્યું છે. આ વંદે ભારત ટ્રેન, ભારતે તેને જાતે જ બનાવી છે.
જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ નહીં લાગે! સુપ્રીમ કોર્ટે કહ્યું- સદીઓથી સંસ્કૃતિનો હિસ્સો, કેવી રીતે પ્રતિબંધ લગાવીએ
Jallikattu In Tamil Nadu: સર્વોચ્ચ અદાલતે તમિલનાડુમાં દર વર્ષે યોજાતી રમત જલ્લીકટ્ટુને સમર્થન આપ્યું છે અને તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં જલ્લીકટ્ટુને મંજૂરી આપતા રાજ્ય સરકારના કાયદાને સમર્થન આપ્યું હતું. તેમાં ભાગ લેનાર બળદો પ્રત્યે ક્રૂરતા દર્શાવીને કાયદો રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. તમિલનાડુનો કાયદો સંસદ દ્વારા પસાર કરાયેલ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કાયદાનું ઉલ્લંઘન કરતો હોવાનું કહેવાય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું- નવા કાયદામાં ક્રૂરતાના પાસાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ રમત સદીઓથી તમિલનાડુની સંસ્કૃતિનો એક ભાગ રહી છે. તેને વિક્ષેપિત કરી ન શકાય. જો કોઈ પ્રાણીઓ સાથે ક્રૂરતા કરે છે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ