Mann ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં આજે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, આ મહિનાની શરુઆતમાં ભારત ઈટલીથી પોતાની બહુમુલ્ય ધરોહર પરત લાવવામાં સફળ રહ્યું હતું. આ ધરોહર છે અવલોકિતેશ્વર પદ્મપાણિની હજારો વર્ષ જૂની પૌરાણીક મુર્તિ. આ મુર્તિ કેટલાક વર્ષો પહેલાં બિહારના ગયાજીના દેવી સ્થાન કંટલપુર મંદિરમાંથી ચોરી થઈ હતી. તેમણે કહ્યું કે, આ જ રીતે કેટલાંક વર્ષો પહેલાં તમિલનાડુના વેલ્લુરથી ભગવાન આંજનેય્યર, હનુમાનજીની પ્રતિમા ચોરી થઈ ગઈ હતી. હનુમાનજીની આ મુર્તિ પણ 600 થી 700 વર્ષ જૂની છે. આ મહિનાની શરુઆતમાં ઓસ્ટ્રેલિયામાંથી આ મુર્તિ આપણને મળી છે.
મુર્તિઓને પરત લાવવી, ભારત માં પ્રત્યે આપણી ફરજઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, આપણા ઈતિહાસમાં દેશના ખૂણે-ખૂણે એકથી એક ચડિયાતી મુર્તિઓ હંમેશાં બનતી આવી છે આમાં શ્રદ્ધા હતી, સામર્થ્ય હતું, કૌશલ્ય હતું અને વિવિધતાઓ પણ ભરેલી હતી અને દરેક મુર્તિઓના ઈતિહાસમાં તત્કાલીન સમયનો પ્રભાવ પણ દેખાય છે. ભૂતકાળમાં ઘણી સારી મુર્તિઓ ચોરી થઈ હતી અને ભારતની બહાર પહોંચી હતી. આ મુર્તિઓ એક દેશથી બીજા દેશમાં વેચાતી રહી અને હાલ વિવિધ દેશોમાં આ મુર્તિઓ પહોંચી ગઈ છે. આ મુર્તિઓને પરત લાવવી ભારત માતા પ્રત્યેની આપણી ફરજ છે.
કેટલાક લોકોને પોતાની ભાષા, પહેરવેશ અને ખાન-પાન માટે સંકોચ હોયઃ પીએમ
પીએમ મોદીએ કહ્યં કે, થોડા દિવસ પહેલાં આપણે માતૃભાષા દિવસ મનાવ્યો. જે વિદ્વાન લોકો છે તે માતૃભાષા શબ્દ ક્યાંથી આવ્યો તેની ઉત્પતિ કઈ રીતે થઈ તેના વિશે શૈક્ષણિક માહિતી આપી શકે છે. જેવી રીતે આપણી માં આપણા જીવનને ગુંથે છે એ રીતે જ માતૃભાષા પણ આપણા જીવનને ગુંથે છે. તેમણે વધુમાં કહ્યું કે, આઝાદીના 75 વર્ષ પછી પણ કેટલાક લોકો એવા માનસિક દ્વન્દમાં જીવી રહ્યા છે, જેના કારણે તેઓ પોતાની ભાષા, પોતાની ખાણી-પીણીને લઈને સંકોચ અનુભવે છે. જ્યારે વિશ્વમાં ક્યાંય આવુ નથી હોતું.