PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, "હું રાષ્ટ્રપતિના સંબોધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હાજર છું. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં વિકસિત ભારતના સંકલ્પને વિસ્તાર્યો છે."


પીએમ મોદીએ કહ્યું કે વિશ્વના સૌથી મોટા ચૂંટણી પ્રચારમાં દેશની જનતાએ અમને ત્રીજી વખત દેશની સેવા કરવાની તક આપી છે. લોકશાહી વિશ્વ માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ઘટના છે.


PM મોદીના વિપક્ષ પર પ્રહાર 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, "હું કેટલાક લોકોનું દર્દ  સમજી શકું છું,  સતત જુઠ્ઠાણા ચલાવવા છતાં તેમને આકરી હારનો સામનો કરવો પડ્યો." સફળ ચૂંટણી અભિયાન ચલાવીને દેશે દુનિયાને બતાવી દીધું છે કે આ દુનિયાનું સૌથી મોટું ચૂંટણી અભિયાન હતું. દેશની જનતાએ દુનિયાના સૌથી મોટા ચૂંટણી પ્રચારમાં અમને ચૂંટ્યા છે.






પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે અમે 2014માં પહેલીવાર જીત્યા હતા ત્યારે અમે ચૂંટણી પ્રચારમાં પણ કહ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ રાખીશું. ભ્રષ્ટાચાર પ્રત્યેની અમારી નીતિને કારણે જ દેશે અમને આશીર્વાદ આપ્યા છે.


આતંકવાદના મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે આજનુ નવુ ભારત આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે  છે. દેશની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આતંકવાદીઓને તેમનુ સ્થાન  બતાવવામાં આવશે.


દેશે તુષ્ટિકરણની રાજનીતિ જોઈ છે - પીએમ મોદી


પીએમે કહ્યું, "આ દેશે લાંબા સમયથી તુષ્ટિકરણની રાજનીતિ પણ જોઈ છે." દેશે તુષ્ટિકરણનું શાસન મોડલ પણ લાંબા સમયથી જોયું છે, પરંતુ અમે તુષ્ટિકરણને બદલે સંતુષ્ટિકરણની નીતિ પર ચાલ્યા."
 


ચૂંટણીનો ઉલ્લેખ કરતા PMએ શું કહ્યું? 


પીએમએ કહ્યું, “આ ચૂંટણીમાં અમે લોકો વચ્ચે આશીર્વાદ લેવાના મોટા સંકલ્પ સાથે ગયા હતા. અમે વિકસિત ભારતના અમારા સંકલ્પ માટે આશીર્વાદ માંગ્યા હતા. અમે એક વિકસિત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા અને સદ્ભાવના સાથે સામાન્ય માનવીના કલ્યાણની સેવા કરવાના હેતુ સાથે લોકોની વચ્ચે ગયા છીએ. આ ચૂંટણીએ સાબિત કરી દીધું છે કે ભારતની જનતા કેટલી પરિપક્વ છે, ભારતની જનતા વિવેકપૂર્ણ રુપથી કેટલા ઉચ્ચ આદર્શોને લઈ પોતાના વિવેકનો સદ્બુદ્ધિથી ઉપયોગ કરે છે અને તેનું જ પરિણામ છે કે આજે ત્રીજી વખત આપણે દેશની જનતા સમક્ષ નમ્રતાપૂર્વક સેવા કરવા માટે ઉપસ્થિત થયા છીએ."


જનતાએ અમારો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોયો - પીએમ મોદી


પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દેશની જનતાએ અમને દરેક કસોટી પર કસોટી કર્યા બાદ આ જનાદેશ આપ્યો છે. જનતાએ અમારો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોયો છે. જનતાએ જોયું છે કે અમે 'જનસેવા એ જ પ્રભુસેવા'ના મંત્રને અનુસરીને ગરીબોના કલ્યાણ માટે સમર્પિતપણે કામ કર્યું છે.