PM Modi Mann Ki Baat Highlights:: PM મોદીએ આજે એટલે કે, 24 એપ્રિલના રોજ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા સંબોધન કર્યું. આ માસિક રેડિયો કાર્યક્રમનો 88મો એપિસોડ હતો. મન કી બાત પ્રધાનમંત્રી માસિક રેડિયો સંબોધન છે જે દર મહિનના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે. આ પહેલા પીએમ મોદીએ મન કી બાતના છેલ્લા એપિસોડ પર આધારિત એક મેગેજીન શેર કર્યું હતું. પ્રધાનમંત્રીએ આજે લોકોને પણ સંબોધનમાં સામેલ થવા કહ્યું હતું.


PM મોદીએ મન કી બાતમાં કહ્યું કે, દેશને નવું મ્યુઝિયમ મળ્યું છે. પીએમ મ્યુઝિયમથી વડાપ્રધાનો સાથે જોડાયેલી રસપ્રદ માહિતી મળી રહી છે. આનાથી લોકોમાં ઈતિહાસ વિશેનો રસ વધ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે કેવી રીતે ટેક્નોલોજીની શક્તિ સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે, તે આપણને આપણી આસપાસ સતત જોવા મળી રહ્યુ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, BHIM UPI ઝડપથી આપણી અર્થવ્યવસ્થા અને આદતોનો એક ભાગ બની ગયું છે. હવે નાના શહેરો અને મોટાભાગના ગામડાઓમાં પણ લોકો UPI દ્વારા જ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે.


પીએમ મોદીએ કહ્યું કે, પાણી ઉપલબ્ધતા અને પાણીની અછત, કોઈ પણ દેશની પ્રગતિ અને ગતિને નિર્ધારિત કરે છે. તમે પણ ધ્યાન આપ્યું હશે કે, મન કી બાતમાં હું સ્વચ્છતાની સાથે સાથે પાણીની વાત જરૂર કરુ છું.


દેશમાં કોરોનાના કેસ વધતાં પીએમ મોદી ફરી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક


Covid-19 Cases: દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ છે. જેના પગલે ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોનાના કેસ વધતાં કેટલાક રાજ્યો દ્વારા માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. કોરોનાના કેસ વધતાં કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક ઉછાળા વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દેશમાં પ્રવર્તમાન COVID-19 પરિસ્થિતિ પર મુખ્ય પ્રધાનો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરે તેવી સંભાવના છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ આ બાબતે સત્તાવાર જાહેરાત કરશે તેમ સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું.