નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ અને કોરોના વાયરસના પડકાર પર વાતચીત કરી હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર, બન્ને નેતાઓએ કોવિડ-19 વૈશ્વિક મહામારીના નકારાત્મક પરિણામોને દૂર કરવાને લઈ બન્ને દેશો દ્વારા કરવામાં આવેલા પ્રભાવી ઉપાયો પર ચર્ચા કરી હતી.
બન્ને નેતાઓએ ટેલીફોન પર વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સંપર્ક અને પરામર્શોની ગતિ જાળવી રાખવા પર સહમતિ દર્શાવી. આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર વાર્ષિક દ્વિપક્ષીય શિખર સન્મેલનના આયોજનમાં મદદરૂપ થશે.
પીએમ મોદીએ દ્વિપક્ષીય શિખર સન્મેલન માટે ભારતમાં રાષ્ટ્રપતિ પુતિનના સ્વાગત કરવા માટે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. નિવેદન અનુસાર, પુતિને તમામ ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને દર્શાવી.
આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ બીજા વિશ્વ યુદ્ધમાં વિજયની 75મી વર્ષગાંઠના અવસર પર ઉજવવામાં આવેલા સમારોહની સફળતા અને રશિયમાં સંવૈધાનિક સંશોધનો પર મતના સફળ સમાપન માટે શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ 24 જૂન 2020ના રોજ માસ્કોમાં આયોજિત સૈન્ય પરેડમાં એક ભારતીય ટુકડીની ભાગીદારીને યાદ કરતા, તેને ભારત અને રશિયાની જનતા વચ્ચે સ્થાયી દોસ્તીનું પ્રતીક ગણાવ્યું હતું.
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, દ્વિપક્ષીય મુદ્દા પર થઈ ચર્ચા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jul 2020 07:18 PM (IST)
બન્ને નેતાઓએ ટેલીફોન પર વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સંપર્ક અને પરામર્શોની ગતિ જાળવી રાખવા પર સહમતિ દર્શાવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -