independence day 2024: દેશભરમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.


પોતાના સંબોધનમાં તેમણે કોરોના મહામારી અને સર્જિકલ સ્ટ્રાઈક વિશે પણ વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જ્યારે સેના એરસ્ટ્રાઈક કરે છે ત્યારે યુવાનોની છાતી ગર્વથી ફૂલી જાય છે. આ એવી બાબતો છે જે દેશવાસીઓના હૃદયને પણ ગર્વથી ભરી દે છે.


PM મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકનો કર્યો ઉલ્લેખ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કહ્યું, કોરોના સંકટને ભૂલી શકાય નહીં. આ તે દેશ છે જ્યાં હૂમલા કર્યા બાદ આતંકવાદીઓ ચાલ્યા જતા હતા. જ્યારે દેશની સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે છે. સેના જ્યારે હવાઈ હુમલો કરે છે ત્યારે યુવાનોની છાતી ગર્વથી ફૂલાઇ જાય છે. આ એવી બાબતો છે જે દેશવાસીઓના હૃદયને ગર્વથી અને જોશથી ભરી દે છે.






આ પણ વાંચો


Independence Day: વિકસિત ભારત @2047ની થીમ,6000 ખાસ મહેમાન; સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીને મળશે 21 તોપોની સલામી


Independence Day 2024: દેશ ઉજવી રહ્યો છે 78મો સ્વતંત્રતા દિવસ, PM મોદી 11મી વખત લાલ કિલ્લા પરથી કરશે સંબોધન