Moose wala Murder Case: સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં (Sidhu Moose wala Murder Case) પંજાબ પોલીસને (Punjab Police) મોટી સફળતા મળી છે. પોલીસે એ શખ્સની ધરપકડ કરી લીધી છે જેણે સિદ્ધુ મૂસેવાલા સાથે સેલ્ફી લીધી હતી (Selfie With Moose wala) અને પછી શૂટર્સને જાણકારી આપી હતી. આ સાથે જ પોલીસે એ શખ્સની પણ ધરપકડ કરી છે જેની પાસે રહીને રેકી કરવામાં આવી હતી.
29 મે એટલે કે મૂસેવાલાની હત્યાના દિવસે સિદ્ધુ મૂસેવાલા પોતાની થાર ગાડી લઈને નિકળી રહ્યો હતો, ત્યારે કેટલાક યુવાનો ત્યાં પહોંચીને સિદ્ધુ સાથે સેલ્ફીઓ પડાવે છે. આ યુવાનોમાંથી એક યુવકે શૂટર્સને આ જાણકારી આપી હતી કે, મૂસેવાલા બુલેટપ્રુફ ગાડી વગર પોતાની થાર ગાડીમાં નિકળ્યો છે અને તેની સાથે સુરક્ષાકર્મીઓ પણ નથી. કહેવાઈ રહ્યું છે કે, ત્યાં પહોંચીને આ લોકોએ ચા પણ પીધી અને 45 મિનીટ સુધી કેકડા મૂસેવાલાના ઘરની બહાર ઉભો રહ્યો હતો.
પેન્ટરનું કામ કરે છે કેકડાઃ
પંજાબ પોલીસે મૂસેવાલા મર્ડર કેસમાં જે ધરપકડ કરી છે તેનું નામ કેકડા છે અને તે પંજાબના બઠિંડાનો છે. કેકડા પેન્ટરનું કામ કરે છે. પોલીસ જ્યારે કેકડાના ઘરે પહોંચી તો તેની માંએ જણાવ્યું કે તેનું નામ જગરુપ છે અને તે નશો કરે છે. તેને 4 વર્ષ પહેલાં જ ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. આ પહેલાં પણ કેકડા ઝઘડાઓ, લૂંટ અને ચોરી જેવા ગુનાઓ કરી ચુક્યો છે.
કાલાની ગઈકાલે ધરપકડ કરાઈ હતીઃ
મૂસેવાલા મર્ડર કેસમાં રેકી કરવા માટે ગેંગસ્ટર પ્રિયવત ફૌજી અને કેકડા બે દિવસ માટે ફતેહાબાદમાં (Fatehabad) કાલા પાસે રોકાયા હતા. કાલાને પંજાબ પોલીસે ગઈકાલે રાત્રે ઝડપી પાડ્યો હતો. આ સિવાય પોલીસે તરનતારનમાં જગરુપ સિંહ રુપા નામના શખ્સના ઘરે રેડ કરી હતી.