Prashant Kishor: મોદી 3.0 સરકારની રચના બાદ રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપી છે. પ્રશાંત કિશોરે વિપક્ષને કેન્દ્રની મોદી સરકારને પાડવાનો આઈડિયા આપ્યો છે. રાજકીય વિશ્લેષકે વિપક્ષને સૂચન કર્યું છે કે કેન્દ્રમાં મોદી સરકાર કેવી રીતે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
વાસ્તવમાં એક ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં વિપક્ષે શું કરવું જોઈએ. પ્રશાંત કિશોરે કહ્યું, "જો ઈન્ડિયા ગઠબંધન આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવી દેશે તો પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર મુશ્કેલીમાં આવી શકે છે." જો વિપક્ષ આ બાબતોનો અમલ કરશે તો મોદી સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
પ્રશાંત કિશોરે વિપક્ષને આપી સલાહ
રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે કહ્યું કે, "જો ઈન્ડિયા ગઠબંધન હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવે છે તો પીએમ મોદીના નેતૃત્વવાળી મોદી સરકાર પડી શકે છે." આ નિવેદન તેમણે એવા સમયે આપ્યું છે જ્યારે પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીતનો દાવો કર્યો હતો.
પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી થઈ ફેઈલ
પ્રશાંત કિશોરે ભાજપને 300થી વધુ બેઠકો મળવાની ભવિષ્યવાણી કરી હતી. જો કે, જ્યારે 4 જૂન (મંગળવારે) લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું, કારણ કે ભાજપ ગઠબંધન 300 થી 400 બેઠકો વચ્ચે જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપ માત્ર 240 સીટો જીતી શકી હતી જ્યારે એનડીએ ગઠબંધન 293 સીટો જીતી શક્યું હતું.
પીએમ મોદીએ 9 જૂને શપથ લીધા હતા
તમને જણાવી દઈએ કે કેન્દ્રમાં ભાજપે ત્રીજી વખત સરકાર બનાવી છે. નરેન્દ્ર મોદીએ 9 જૂન (રવિવાર) ના રોજ સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા. TDP અને JDUએ મોદી સરકાર બનાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. ટીડીપીએ 16 બેઠકો જીતી છે, જ્યારે નીતિશ કુમારની જેડીયુએ 12 બેઠકો જીતી છે, જેના કારણે ભાજપ ગઠબંધન બહુમતનો આંકડો પાર કરવામાં સફળ રહ્યું છે.
નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. વડાપ્રધાન મોદી અને કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા. આ સાથે મોદી કેબિનેટમાં 18 વરિષ્ઠ નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ચાર મહત્વના મંત્રાલયો ભાજપે પોતાની પાસે રાખ્યા છે.