જબલપુરઃ સાંસદ પૂનમ મહાજનને સ્પેશિલ ટ્રેનથી બીનાથી ભોપાલ મોકલવામાં આવ્યા હતા. પૂનમ મહાજનને ભોપાલથી ફ્લાઇટ પકડવાની હતી જેના માટે બે ડબ્બાની સ્પેશિયલ ટ્રેન આનન ફાનનથી દોડવામાં આવી હતી. આ વિવાદ પર પશ્ચિમ-મધ્ય રેલવેના જીએમે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,સાંસદ પૂનમ મહાજન માટે સ્પેશિયલ ટ્રેન નથી દોડવામાં આવી પરંતું અધિકારીયો સાથે સેલુનમાં બેસાડીને બીનાથી ભોપાલ મોકલવામાં આવ્યા હતા.
પૂનમ મહાજન મંગળવારે બીનામાં એક રેલવે ઓવર બ્રિજના ફાઉન્ડેશન માટે આવી હતી. તેને સાડા નવ વાગ્યે ભોપાલથી મુંબઈ માટે ફ્લાઈટ પકડવાની હતી, પરંતુ કાર્યક્રમમાં જ સાંજના સાત વાગી ગયા હતા. ભોપાલ ડિવિઝનના એક ઓફિસર પ્રમાણે મહાજન મંગળવારે રાત્રે ખાસ ટ્રેનથી ભોપાલના પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચી હતી. અંદાજે 1 કલાક 50 મિનિટમાં ટ્રેન બીનાથી ભોપાલ પહોંચી ગઈ હતી.
નિયમ પ્રમાણે, સાંસદો માટે ખાસ ટ્રેન ચલાવી શકાતી નથી. રેલવે ઓફિસરો માટે ચાલતી ખાસ ટ્રેનમાં પણ તેમની પત્ની અને બાળકો જ મુસાફરી કરી શકે છે.