New year Population figures: નવા વર્ષના પ્રથમ દિવસે, 1 જાન્યુઆરી, 2025 ના રોજ વિશ્વની વસ્તી 8.09 અબજ સુધી પહોંચવાની અપેક્ષા છે. 2024 માં, 141 કરોડની અંદાજિત વસ્તી સાથે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, યૂએસ સેન્સસ બ્યૂરોના અનુમાન અનુસાર, 2024માં વિશ્વની વસ્તીમાં 71 મિલિયનથી વધુ લોકોનો વધારો થશે.
"જાન્યુઆરી 1, 2025 ના રોજ અંદાજિત વિશ્વની વસ્તી 8,092,034,511 છે, જે નવા વર્ષ 2024 થી 71,178,087 (0.89 ટકા) વધારે છે," બ્યૂરોએ જણાવ્યું હતું. જાન્યુઆરી 2025 માં વિશ્વભરમાં દર સેકન્ડે આશરે 4.2 જન્મ અને 2 મૃત્યુ થવાની ધારણા છે.
આ વર્ષે 0.9 ટકાનો ઉછાળો 2023 કરતાં થોડો ઓછો હતો, જ્યારે વિશ્વભરમાં માનવ વસ્તીમાં 75 મિલિયનનો વધારો થયો હતો.
યુ.એસ. સેન્સસ બ્યૂરો વસ્તી ઘડિયાળ માટે ટૂંકા ગાળાના અંદાજોને અપડેટ કરવા માટે દર વર્ષના અંતે વસ્તી અંદાજોની સુધારેલી કેટેગરીનો ઉપયોગ કરે છે. બ્યૂરો કહે છે કે દરેક કેલેન્ડર મહિનામાં દૈનિક વસ્તી ફેરફારને સ્થિર ગણવામાં આવે છે.
જુલાઈ 2024 સુધીમાં ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો, જેની અંદાજિત વસ્તી 1,409,128,296 લોકો (આશરે 141 કરોડ) હતી.
ભારત પછી ચીન આવે છે, જેની વસ્તી 1,407,929,929 લોકો (લગભગ 140.8 કરોડ) છે.
આ પછી યૂનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા છે. નવા વર્ષના દિવસે તેની અંદાજિત વસ્તી 341,145,670 હોવાનો અંદાજ છે. વર્ષ દરમિયાન યુએસની વસ્તીમાં 2,640,171 લોકો (0.78%) નો વાર્ષિક વધારો થયો છે.
આ પણ વાંચો
શું છે ઇસરોનું સ્પેડેક્સ મિશન, આના સફળ થવાથી શું થશે ફાયદો ?