Prashant Kishor: કોંગ્રેસમાં ન જોડાવાના નિર્ણય બાદ પ્રશાંત કિશોરે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મેં કોંગ્રેસ નેતૃત્વની પાર્ટીમાં જોડાવા અને ઈએજીમાં ચૂંટણીની જવાબદારી લેવાની ઓફર ફગાવી દીધી છે. મારા મતે, હું કૉંગ્રેસમાં જોડાઉ તેના કરતાં વધુ કોંગ્રેસને વધારે પરિવર્તનશીલ સુધારા તેમજ કેટલીક ઊંડી માળખાકીય સમસ્યાઓને ઉકેલવા માટે નેતૃત્વની સામૂહિક ઇચ્છાશક્તિની જરૂર છે.
પ્રશાંત કિશોરના ટ્વીટ પહેલા કોંગ્રેસે કહ્યું કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને 'વિશેષાધિકાર વર્કિંગ ગ્રુપ-2024'નો ભાગ બનીને પાર્ટીમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી હતી.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા તરફથી કહેવામાં આવ્યું છે કે, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 2024 માટે એક એક્શન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, પ્રશાંત કિશોરને પણ આ જૂથનો ભાગ બનવા અને તમામ જવાબદારીઓ સંભાળવાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે તેનો ઇનકાર કર્યો હતો. અમે તેમના પ્રયાસો અને પાર્ટીને આપેલા સૂચનોનું સન્માન કરીએ છીએ.
પ્રશાંત કિશોરે અનેક સૂચનો આપ્યા હતા
જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ઘણા કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. જેમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને આગામી ચૂંટણીને લઈને કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે સમગ્ર પ્રેઝન્ટેશન સોનિયા ગાંધીને અનેક પેજમાં મોકલવામાં આવ્યું હતું. કોંગ્રેસ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ અંગે કામ કરવામાં આવશે. સોનિયા ગાંધી પોતે ઘણી વખત પ્રશાંત કિશોરને મળ્યા હતા. આ પછી, એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ ટૂંક સમયમાં પ્રશાંત કિશોરને પાર્ટીમાં મહત્વપૂર્ણ પદ સોંપી શકે છે. પરંતુ હવે પાર્ટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પીકેએ આમ કરવાની ના પાડી દીધી છે.
2024માં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ અત્યારથી પોતાની કામગીરી શરુ કરી દીધી છે. રણનીતિકાર પ્રશાંત કિશોરે આ પહેલાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સામે પ્રઝેન્ટેશન રજુ કર્યું હતું. આ પ્રઝેન્ટેશનમાં આવનારી લોકસભા ચૂંટણી મુદ્દે પ્રશાંત કિશોરે પોતાની વ્યુહરચના રજુ કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસે પ્રશાંત કિશોરના આ પ્રઝેન્ટેશન પર વિચારણા કરવા માટે સોનિયા ગાંધીએ એક કમિટી બનાવી હતી. આ કમિટીએ પોતાના રિપોર્ટ પાર્ટીને સોંપી દીધો છે.
સોનિયા ગાંધીએ વધુ એક આંતરિક જૂથ- સશક્તિકૃત એક્શન ગ્રૂપ 2024ની (The Empowered Action Group-2024) રચના કરી છે. આ ગ્રૂપ આવનારા રાજકીય પડકારોનો સામનો કઈ રીતે કરવો તે માટેની તૈયારી રુપે બનાવામાં આવ્યું છે. જો કે,આ ગ્રૂપની રચના અને તેના સભ્યોની માહિતી હજી સુધી જાહેર નથી કરવામાં આવી.
આ સાથે કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર રીતે એવી પણ જાહેરાત કરી હતી કે, તે રાજસ્થાનના ઉદયપુરમાં 13 મે થી 15 મે દરમિયાન નવ સંકલ્પ ચિંતન શિબિર-મંથન સત્ર યોજશે. ત્રણ દિવસીય સત્રમાં દેશભરમાંથી લગભગ 400 કોંગ્રેસના નેતાઓ ભાગ લેશે.