ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે.  હાર બાદ પ્રશાંત કિશોર પહેલી વાર સામે આવ્યા છે. તેમણે માફી માંગી છે અને પ્રાયશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું કે ભલે તેઓ સિસ્ટમ બદલવામાં સફળ ન થયા હોય પણ તેઓ રાજકારણમાં અમુક હદ સુધી પરિવર્તન લાવવામાં સફળ રહ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેટલીક ખામીઓ રહી હશે અને તેની સંપૂર્ણ જવાબદારી મારી છે, જેનો સ્વીકાર કરી છું. 

Continues below advertisement


પ્રાયશ્ચિત માટે સામૂહિક મૌન ઉપવાસ કરીશ - પ્રશાંત કિશોર


પ્રશાંત કિશોરે કહ્યું, "નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અભિનંદન. અમે કરેલી ભૂલો માટે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું. 20મી તારીખે હું પ્રાયશ્ચિત માટે ભીતરહરવા આશ્રમમાં એક દિવસ માટે સામૂહિક મૌન ઉપવાસ કરીશ. ભૂલ થઈ શકે છે, પરંતુ મેં ગુનો કર્યો નથી. મત ન મળવા એ ગુનો નથી. જ્યાં જાતિનું રાજકારણ ચાલે છે,  ધાર્મિક રાજકારણ છે, ત્યાં જાતિ અને ધર્મના આધારે લોકોને વિભાજીત કરવાનો ગુનો નથી કર્યો."


હું બિહાર નહીં છોડું - પ્રશાંત કિશોર


પ્રશાંત કિશોરે કહ્યું, "આજે ચોક્કસપણે ઝટકો લાગ્યો છે, પરંતુ જીત જન સૂરાજની થશે. જેઓ વિચારે છે કે હું બિહાર છોડીશ તો એવું નથી. હું બિહારમાં રહીશ અને ડબલ તાકાતથી લડીશું. પાછળ હટવાનો કોઈ પ્રશ્ન જ નથી. પહેલી વાર કોઈ ચૂંટણી એવી થઈ છે જેમાં 40,000 કરોડ રૂપિયા જનતાના પૈસા ખર્ચ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.  આ ફક્ત 10,000 રૂપિયાથી થયું નથી. લોકો ચૂંટણી પંચની ટીકા કરી રહ્યા છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં લગભગ 60,000 લોકોને 10,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. જીવિકા દીદીને તૈનાત કરવામાં આવી હતી. આશરે 1 લાખ આંગણવાડી, આશા, મમતા, ટોલા સેવકો અને પ્રવાસી મજૂરોને  કુલ 29,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું."


અમે ઈમાનદારીનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયા - પ્રશાંત કિશોર


પ્રશાંત કિશોરે કહ્યું, "અમે ઈમાનદારીનો પ્રયાસ કર્યો, પણ તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. એ સ્વીકારવામાં કોઈ ખોટું નથી. સિસ્ટમ બદલવાની વાત તો ભૂલી જાઓ, અમે સત્તામાં પરિવર્તન પણ લાવી શક્યા નહીં. પરંતુ અમે બિહારના રાજકારણને બદલવામાં ચોક્કસપણે ભૂમિકા ભજવી.  અમારા પ્રયત્નોમાં, અમારા વિચારમાં અને અમે જે રીતે સમજાવ્યું કે લોકોએ અમને ચૂંટ્યા નથી, તેમાં કંઈક ખામી હશે. જો લોકોએ અમારા પર વિશ્વાસ ન કર્યો હોય, તો સંપૂર્ણ જવાબદારી મારી છે. બિહારના લોકોનો વિશ્વાસ ન જીતવા માટે હું 100% જવાબદારી લઉં છું."


તો હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લઈશ - પ્રશાંત કિશોર


પ્રશાંત કિશોરે કહ્યું, " 1.5  કરોડ મહિલાઓને હવે આગામી 6 મહિનામાં 2  લાખ રૂપિયા આપવા જોઈએ. જે 25  બેઠકોની  વાત કરી હતી તેના પર અમે અડગ છીએ. જો આ મતો તેમણે ખરીદ્યા નથી, તો બે-બે લાખ રુપિયા મહિલાઓને છ મહિનામાં આપે તો હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ.