ભારતમાં કોરોનાની ભવિષ્યને લઇને બે મોટી ભવિષ્યવાણી - પહેલી સિંગાપુર યૂવિવર્સિટી ઓફ ટેકનોલૉજી એન્ડ ડિઝાઇને કરી છે, અને બીજી ખુદ ભારત સરકારની છે.
બન્નેએ પોતાના રિસર્ચના હિસાબ પ્રમાણે મે મહિનામાં ભારત માટે શુભ સમાચાર લઇને આવ્યા છે. મે મહિનામાં કોરોના મહામારીથી મુક્તિ મળી જશે.
પહેલી ભવિષ્યવાણી- 18 જૂન સુધી કોરોના મુક્ત થશે ભારત
સૌથી પહેલા SUTD એટલે કે સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલૉજી એન્ડ ડિઝાઇનની ભવિષ્યવામી છે, આ ભવિષ્યવાણી અનુસાર, ભારતમાં 21 મે સુધી કોરોના 97 ટકા સુધી ખતમ થઇ શકે છે. એટલુ જ નહીં સ્ટડી અનુસાર ભારત સંક્રમણથી પુરેપુરુ 18 જૂન સુધી ખતમ થવાનુ અનુમાન છે. આ સ્ટડીમાં વાયરસ ફેલાવવાની સ્પીડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પરથી ડેટા એકઠો કરવામાં આવ્યો છે.
સ્ટડીન અનુસાર દુનિયામાંથી વાયરસને 100 ટકા ખતમ થવામાં 8 ડિસેમ્બર સુધીનો સમય લગી શકે છે. સિંગાપુર યુનિવર્સિટીની આ ભવિષ્યવાણી કેટલી સાચી છે, એ તો સમય પર જ ખબર પડશે.
બીજી ભવિષ્યવાણી- 16 મે સુધી નીચા સ્તરે પહોંચી જશે
કોરોનાને લઇને ભારત સરકાર તરફથી ગણતરી રજૂ કરવામાં આવી છે. આ આંકડા પ્રમાણે લૉકડાઉનના પહેલા અઠવાડિયા (24-30 માર્ચ) દરમિયાન કોરોના સંક્રમણના મામલા 5.2 દિવસમાં ડબલ થઇ રહ્યા હતા, બીજા અઠવાડિયા (31 માર્ચ-6 એપ્રિલ) દરમિયાન કેસ વધવાની સ્પીડ થોડી વધી, અને આ 4.2 દિવસમાં ડબલ થવા લાગી.
ત્રીજા અઠવાડિયા (7-13 એપ્રિલ)માં 6 દિવસમાં તો ચોથા અઠવાડિયા (14-20 એપ્રિલ)માં કેસો ડબલ થવાની સ્પીડ 8.6 દિવસની થઇ ગઇ. આ પછી 21 એપ્રિલથી શરૂ થયેલા પાંચમા અઠવાડિયામાં અત્યાર સુધી આંકડા બતાવે છે કે કોરોના સંક્રમણના કેસો 10 દિવસમાં ડબલ થઇ રહ્યાં છે.
ભારત સરકારના આ આંકડાકીય ગણિત પ્રમાણે કોરોના મહામારીને ચરમ પર પહોંચતા 30 એપ્રિલની તારીખ બતાવવામાં આવી છે. જો ફરીથી ઝડપ પકડશે તો આ 16 એપ્રિલ સુધી નીચા સ્તરે પહોંચી જશે.
આ બન્ને સ્ટડી પ્રમાણે ભારત કોરોના વાયરસ પર મે મહિના સુધીમાં જીત મેળવી લે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.