અયોધ્યામાં ભગવાન રામ લલ્લાના અભિષેકના લગભગ દોઢ વર્ષ બાદ હવે ભવ્ય રામ મંદિરમાં વધુ એક અભિષેક સમારોહની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વાસ્તવમાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો ભવ્ય દરબાર પણ બનાવવામાં આવ્યો છે. આ દરબાર મંદિરના પહેલા માળે બનેલ છે, જેને રામ દરબાર તરીકે સ્થાપિત કરવામાં આવશે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, આ અભિષેક સમારોહને ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં, શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં, સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને અભિષેક સમારોહની તારીખ જાહેર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમારોહ 22 જાન્યુઆરી, 2024 ના રોજ આયોજિત ભવ્ય સમારોહ જેવો નહીં હોય, પરંતુ તેનું ફોર્મેટ ઘણું વ્યાપક હશે. રાજા રામનો અભિષેક સમારોહ પણ મંદિર નિર્માણનો એક પ્રકારનો પૂર્ણાહુતિ હશે, જે 2020માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શરૂ થયો હતો.  ઉલ્લેખનિય છે કે, મંદિર નિર્માણ સમિતિની અધ્યક્ષતા હાલમાં વડાપ્રધાન મોદીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા કરી રહ્યા છે.

જાણો ક્યારે પૂર્ણ થશે મંદિર પરિસરનું નિર્માણ કાર્ય

નૃપેન્દ્ર મિશ્રાએ તાજેતરમાં કહ્યું હતું કે મંદિર સંકુલનું નિર્માણ કાર્ય આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે, જ્યારે પાર્કોટા  અથવા કમ્પાઉન્ડ વોલનું બાકીનું કામ આ વર્ષના અંત પહેલા પૂર્ણ થઈ જશે.

કેવો હશે રામ દરબાર?

રામ લલ્લાની 51 ઈંચ ઊંચી મૂર્તિ કર્ણાટકના કલાકાર અરુણ યોગીરાજ દ્વારા ભગવાન રામના બાળપણમાં તેમના રૂપ માં  બનાવવામાં આવી હતી, જ્યારે જયપુરમાં  શિલ્પકાર પ્રશાંત પાંડેની આગેવાની હેઠળ 20 કારીગરોની ટીમ દ્વારા સફેદ મકરાણા માર્બલથી રામ દરબાર માટે મૂર્તિ  બનાવવામાં આવી રહ્યી છે. રામાયણના સૌથી લોકપ્રિય સંસ્કરણ રામચરિતમાનસના લેખક સંત તુલસીદાસની વિશાળ પ્રતિમા પણ સંકુલમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. કુદરત સાથે સુમેળ જળવાઈ રહે તે માટે 20 એકર જેટલી જમીનનું પણ બ્યુટીફીકેશન કરવામાં આવશે.